લંડનઃ ડિસેમ્બરમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે ક્રિસમસ અગાઉ હડતાળ પાડવાની રોયલ મેઈલ યુનિયનના પોસ્ટલ કર્મચારીઓની યોજના હાલ પૂરતી ધૂળમાં મળી છે. હાઈ કોર્ટના જસ્ટિસ સ્વિફ્ટે પોસ્ટલ સ્ટ્રાઈક પર મનાઈહુકમ આપ્યો છે. રોયલ મેઈલને આ ચુકાદાથી ભારે રાહત મળી છે. CWU આ ચુકાદા વિરુદ્ધ અપીલ કરી શકે છે.
કોમ્યુનિકેશન વર્કર્સ યુનિયન (CWU)ના ૧૧૦,૦૦૦ કર્મચારી સભ્યોએ હડતાળ માટે મંજૂરી આપી હતી. જોકે, જસ્ટિસ સ્વિફ્ટે મનાઈહુકમ આપી ડિસેમ્બરની સામાન્ય ચૂંટણી પર તેની અસર પડી શકે છે. જસ્ટિસ સ્વિફ્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રવ્યાપી હડતાળથી ચીંટણીની તારીખ ડિસેમ્બર ૧૨ અગાઉ પોસ્ટ દ્વારા મતદાન કરવાનું મતદારો માટે મુશ્કેલ બનશે અને ઘણી ઓછી સરસાઈ રહે તેવા મતદાનમથકોમાં પરિણામોબદલાઈ પણ શકે છે. તેમણે મતદાન પ્રક્રિયામાં ગેરરીતિ આચરાઈ હોવાનું પણ જણાવ્યું હતું. પોસ્ટલ સર્વિસે જણાવ્યું હતું કે સૂચિત હડતાળથી ક્રિસમસના આગમન તેમજ જનરલ ઈલેક્શનના સમય પર અસર થઈ શકે છે. હજુ હડતાળની તારીખો જાહેર કરાઈ નથી તેવા યુનિયને સ્પષ્ટ કર્યું હતું કે મતદાનમાં હસ્તક્ષેપ થવાના કોઈ પુરાવા નથી.
લેબર પાર્ટીને સમર્થન આપતા યુનિયને આ ચુકાદાને દેશના દરેક વર્કર માટે અન્યાયી ગણાવ્યો હતો. વર્કર્સ અને મેનેજમેન્ટ વચ્ચે નોકરીની સલામતી અને નોકરીની શરતો મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.