ક્રિસમસમાં બટર અને ક્રીમની અછત નડવાની ચેતવણી

Saturday 08th July 2017 06:52 EDT
 
 

લંડનઃ બ્રિટિશરોને આ વર્ષના ક્રિસમસમાં બટર અને ક્રીમની અછત નડી શકે તેવી ચેતવણી અગ્રણી ડેરી ઉત્પાદક અર્લા ફૂડ્સ દ્વારા અપાઈ છે. ગયા વર્ષે વધુપડતા ઉત્પાદન પછી ઉત્પાદકોએ દૂધના ઉત્પાદન પર બ્રેક લગાવી હોવાથી સમગ્ર યુરોપને અછતનો અનુભવ થશે. જોકે, નેશનલ ફાર્મર્સ યુનિયને બટરની અછતની ચેતવણીને ભડકાવનારી ગણાવી છે.

બ્રિટનની સૌથી મોટી ડેરીઓમાંની એક અર્લાના ચીફ એક્ઝિક્યુટિવ પેટર ટબરોએ ચેતવણી આપી છે કે યુકે બટર અને ક્રીમની અછતનો સામનો કરી રહ્યું છે. દૂધના ભાવ ઓછાં મળતા હોય ત્યારે ડેરી ઉત્પાદકો સારા વળતર માટે દૂધનો વધુ ઉપયોગ ચીઝ બનાવવા કરે છે. એક વર્ષ અગાઉ ગ્રાહકો માટે ૨૫૦ ગ્રામ બટરનો બ્લોકનો ભાવ ૧.૩૫ પાઉન્ડ હતો, જે હાલ ૧.૪૯ પાઉન્ડ છે. વિશ્વભરમાં માખણના ભાવ સર્વોચ્ચ સપાટીએ છે અને ગયા મહિને જ તેમાં ૧૪ ટકાનો વધારો થયો હતો.

યુકેમાં દૂધની સૌથી મોટી ખરીદાર અને વાર્ષિક ૮.૪ બિલિયન પાઉન્ડની રેવન્યુ ધરાવતી અર્લા ફૂડ્સ સમગ્ર યુરોપમાં ફેલાયેલા ડેરી ફાર્મર્સની માલિકીની કો-ઓપરેટિવ મંડળી છે. ટબરોએ જણાવ્યા મુજબ દૂધ ઉત્પાદનમાં ૨૦૧૬થી ઘટાડો થયો છે અને તેની અસરરુપે બટર અને ક્રીમનું ઉત્પાદન ઘટશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter