ક્રોયડનના ફળ અને શાકભાજી વિક્રેતાને 1 લાખથી વધુ પાઉન્ડનો દંડ

Tuesday 26th May 2026 11:13 EDT
 

લંડનઃ દક્ષિણ લંડનના ક્રોયડનના એક ફ્રૂટ અને વેજીટેબલ આયાતકારને ફૂડ હાઇજીનના નિયમોના ધજાગરા ઉડાવવા બદલ 100,000થી વધુ પાઉન્ડનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ વેપારીએ ખૂબ જ ખરાબ અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ખોરાક સંગ્રહિત કરીને હજારો ગ્રાહકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમમાં મૂક્યું હતું. ક્રોયડન કાઉન્સિલની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા કૌલ્સડનના ઉલ્સવોટર ક્રેસન્ટ સ્થિત કે વેજ હોલસેલ લિમિટેડના ગોડાઉનમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અધિકારીઓને ખાદ્ય સામગ્રી પર કબૂતરની ચરક, ઉંદરની વિષ્ટા તેમજ ઉંદરો દ્વારા કોતરી ખાધેલો ખોરાક મળી આવ્યો હતો.

ક્રોયડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી દરમિયાન ડિસ્ટ્રિક્ટ જજે નોંધ્યું હતું કે, ગોડાઉનમાં જે પ્રકારની ગંદકી અને પરિસ્થિતિ જોવા મળી હતી, તેનાથી ગ્રાહકો બીમાર પડવાની પ્રબળ શક્યતાઓ હતી. કંપનીના ડાયરેક્ટર વેટ્ટિવેલુ થિરાવિયાથાસને વ્યવસાય વતી પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. અદાલતે કંપનીને ગુના બદલ 100,000 પાઉન્ડનો દંડ, 2,000 પાઉન્ડ વિક્ટિમ સરચાર્જ અને કાઉન્સિલના કાનૂની ખર્ચ પેટે 5,097.37 પાઉન્ડ ચૂકવવાનો આદેશ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter