ક્રોયડોનમાં 19 વર્ષીય ભારતીય યુવતીની હત્યા, એકની ધરપકડ

Tuesday 31st October 2023 13:03 EDT
 
 

લંડનઃ તાજેતરમાં જ યુકેની મુલાકાતે આવેલી એક 19 વર્ષીય ભારતીય મહિલા મેહક શર્માની ચાકુ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. સાઉથ લંડનમાં ક્રોયડોન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં આ મહિલાના પરિચિત એવા 23 વર્ષીય યુવક શૈલ શર્માની હત્યાની શંકાથી ઘટનાસ્થળેથી જ ધરપકડ કરાઇ હતી. યુવકના માથા પર ઇજા થઇ હોવાના કારણે તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

રવિવારે બપોરે જાણ થતાં પોલીસ એશ ટ્રી વે ખાતે પહોંચી હતી. જ્યાં તેમને આ મહિલાની ચાકૂના ઘા સાથેની લાશ મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ મહિલા તાજેતરમાં જ યુકે આવી હતી અને અમે તેના પરિવારને જાણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter