ક્રોયડોનમાં મકાનમાં આગ લાગતા બે ભારતીય વિદ્યાર્થીના મોત, 1ને ઇજા

દક્ષિણ ભારતના ત્રણે વિદ્યાર્થી મકાનમાં ભાડે રહેતા હતા

Tuesday 03rd March 2026 11:48 EST
 
 

લંડનઃ સાઉથ લંડનના ક્રોયડોનમાં 23 ફેબ્રુઆરીના રોજ એક મકાનમાં લાગેલી આગમાં તેમાં રહેતા બે ભારતીય વિદ્યાર્થીના મોત થયાં હતાં જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સાઉથ લંડનના ક્રોયડોનના ભાડાના મકાનમાં તેલંગણાના નિઝામાબાદનો 26 વર્ષીય કામિનેની સાઇ શ્રીકાર તેના બે રૂમમેટ્સ સાથે રહેતો હતો. આગમાં ગંભીર રીતે દાઝી જવાના કારણે ત્રણેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં જ્યાં શ્રીકારને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો.

તેની સાથે રહેતા આંધ્રપ્રદેશના કાકિનાડાના 28 વર્ષીય ગંતી અભિષેકનું ધુમાડામાં ગૂંગળાઇ જવાના કારણે મોત થયું હતું અને ત્રીજો વિદ્યાર્થી મકાનમાંથી બહાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો પરંતુ તેને ઇજાઓ પહોંચી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter