લંડનઃ ક્રોયડોનમાં ઠેર ઠેર અશ્વેત લોકોની હત્યાનું આહવાન કરતા રેસિસ્ટ પોસ્ટર લગાવવામાં આવતા હડકંપ મચી ગયો છે. મેટ પોલીસને આ પ્રકારના સ્ટીકરની સંખ્યાબંધ ફરિયાદો મળી છે અને હાલ તેની તપાસ ચાલી રહી છે. ક્રોયડોન બ્લેક એન્ડ માઇનોરિટી એથનિક ફોરમના સીઇઓ એન્ડ્રુ બ્રાઉને જણાવ્યું હતું કે, ક્રોયડોન રેસિસ્ટ વિસ્તાર નથી. ક્રોયડોન લંડનનું સૌથી વધુ વૈવિધ્યતા ધરાવતું બરો છે. આ વિસ્તારમાં ઓછામાં ઓછી 100 ભાષા બોલાય છે. મારી સાથે ક્યારેય રેસિસ્ટ વ્યવહાર થયો નથી.
મેટ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમને આ પ્રકારના પોસ્ટરોની માહિતી મળી છે અને ધ્યાનમાં આવતાં જ અધિકારીઓએ આ પોસ્ટર હટાવ્યાં છે. હાલ તપાસ ચાલી રહી છે. જો કોઇને પણ આ પ્રકારના પોસ્ટર જોવા મળે તો તેણે અમને જાણ કરવી.