લંડનઃ 2023માં ક્રોયડોન ખાતે કરાયેલી હત્યામાં ચોથા આરોપીને દોષી ઠેરવાયો છે. થોર્નટન હીથમાં માઇકલ પેટ્રિક આલ્ફોન્સો નામના વ્યક્તિને લૂટવાનો પ્રયાસ કરી આરોપીઓએ ચાકૂના પાંચ ઘા ઝીંકી દીધા હતા. અલી અબ્દુલ બાસિત પણ આ હુમલામાં સામેલ હતો. હુમલા બાદ તે તરત પાકિસ્તાન નાસી ગયો હતો અને ત્યાં મહિનાઓ સુધી રહ્યો હતો. તે પાકિસ્તાનમાં હતો ત્યાકે 2024માં તેના 3 સસાથીદારોને સજાની સુનાવણી કરાઇ હતી.
બે વર્ષ બાદ મે 2025માં બાસિત યુકે પરત આવ્યો ત્યારબાદ હત્યાના આરોપસર તેની ધરપકડ કરાઇ હતી. 3 સપ્તાહની સુનાવણી બાદ તેને હત્યા અને લૂટ માટે દોષી જાહેર કરાયો હતો. 22 મે 2026ના રોજ અદાલત તેને સજાની સુનાવણી કરશે.


