લંડનઃ ક્લબ ટોઇલેટમાં 18 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજારનાર કામરાન માહમૂદને 6 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. નવેમ્બર 2022માં માહમૂદે વેલિંગ્ટનમાં મેચ્યોર ક્લબના ફિમેલ ટોઇલેટમાં આ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને તેના પર બળાત્કારની ચાર્જશિટ ફાઇલ કરી હતી. કેસની સુનાવણીમાં વેલિંગ્ટનના હાર્વે ક્રેસેન્ટ ખાતે રહેતો માહમૂદ દોષી માલૂમ પડ્યો હતો. ગુરુવારે શ્રુબરી ક્રાઉન કોર્ટ દ્વારા તેને સજાની સુનાવણી કરાઇ હતી.


