ક્લાઇમેટ ચેન્જઃ બ્રિટનમાં તાપમાન 30 ડિગ્રીને પાર, થંડરસ્ટોર્મથી જનતા ત્રાહિમામ

Tuesday 13th June 2023 13:05 EDT
 
 

લંડનઃ વિશ્વભરમાં ક્લાઇમેટ ચેન્જની અસરો જોવા મળી રહી છે. બ્રિટનમાં પણ ઊનાળાના પ્રારંભે જ ગરમીનો પારો 30 ડિગ્રીને પાર કરી જતાં જનતા ત્રાહિમામ પોકારી ગઇ હતી. આવી ગરમીની સ્થિતિમાં પણ પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ દ્વારા ટ્રુપિંગ ધ કલર પરેડ માટે શનિવારે આયોજિત રિહર્સલનું નીરિક્ષણ કરાયું હતું. જોકે વૂલન ક્લોથમાં સજ્જ સૈનિકો માટે આ ગરમી ભયાનક પૂરવાર થઇ હતી. રિહર્સલ દરમિયાન જ 3 સૈનિક બેભાન થઇ જતાં તેમને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. બીજીતરફ હવામાનમાં બદલાવના કારણે ભારે વરસાદ અને થંડર સ્ટોર્મે જનતાની હાડમારીઓમાં વધારો કર્યો હતો. સોમવારે ભારે વરસાદના કારણે સમગ્ર યુકેમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter