ક્લાઇમેટ વોરિયર્સ એલીશા ગઢિયા અને મોક્ષા રોય

નાની દીકરીઓ પર્યાવરણને બચાવવા અવાજ ઉઠાવી રહી છે

Tuesday 28th November 2023 10:42 EST
 

લંડનઃ સમગ્ર વિશ્વમાં ભારતીય મૂળના ક્લાઇમેટ વોરિયર્સ પર્યાવરણ બચાવવાની લડાઇ લડી રહ્યાં છે. તેમાં 7 વર્ષની મોક્ષા રોય અને 8 વર્ષની એલીશા ગઢિયા પણ સામેલ છે. આ બંને દીકરીઓ માઇક્રો પ્લાસ્ટિક પોલ્યુશન, વનોના નિકંદન અને ઇકોસિસ્ટમના ડિગ્રેડેશન સામે અવાજ ઉઠાવી રહી છે.

એલીશા ગઢિયાએ યુકેની મોટી કંપનીઓ અને પ્રભાવશાળી લોકોને સેંકડો પત્ર અને ઇ-મેલ મોકલી આપ્યાં છે. જેથી તેઓ પર્યાવરણ બચાવવાની દિશામાં પગલાં લે. જંગલો કપાતા અટકાવવા માટે રેઇન ફોરેસ્ટ કોમ્યુનિટી સાથે મળીના કામ કરતી એનજીઓ માટે તે ફંડ પણ એકત્ર કરી રહી છે. એલીશાએ તેની સ્કૂલમાં ક્લાઇમેટ ચેન્જ ક્લબની પણ સ્થાપના કરી છે.

મોક્ષા રોય સંયુક્ત રાષ્ટ્રના હાંસલ કરી શકાય તેવા વિકાસના કામોની તરફેણ કરે છે. તે ઇચ્છે છે કે આ લક્ષ્યાંકોનો સમાવેશ શાળાના અભ્યાસક્રમોમાં દાખલ કરાય. આ માટે તેણે વિશ્વ ભરના નેતાઓ સાથે સંદેશાવ્યવ્હાર કર્યો છે. મોક્ષાએ 3 વર્ષની વયે સંયુક્ત રાષ્ટ્રના માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ અભિયાનમાં ભાગ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter