લંડનઃ લેબર લોર્ડ બેરોનેસ ડેબોનેરે ફોરેન ઓફિસની બહાર સ્થાપિત ક્લાઇવ ઓફ ઇન્ડિયા પ્રતિમાને હટાવી લેવાની સરકાર સમક્ષ માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, વ્હાઇટહોલમાં સ્થાપિત આ કાંસ્ય પ્રતિમા ઐતિહાસિક રીતે અયોગ્ય છે અને ભારત સાથેના બ્રિટિશ સંબંધોમાં કોઇ રીતે મદદરૂપ થતી નથી.
ક્લાઇવ ઓફ ઇન્ડિયાએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં એક ક્લાર્ક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને ભારતીય ઉપખંડમાં બ્રિટિશ સત્તા સ્થાપનાર મિલિટરી લીડર બની રહ્યો હતો. બેરોનેસ ડેબોનેરે પેનલ ઇવેન્ટને જણાવ્યું હતું કે, આ પ્રતિમા હટાવી લેવી જોઇએ. મને નથી લાગતું કે ક્લાઇવની પ્રતિમાને ફોરેન ઓફિસની બહાર કોઇ સ્થાન અપાવું જોઇએ. તે ભારત સાથેના હાલના સંબંધોમાં કોઇ રીતે મદદરૂપ નથી.


