લંડનઃ સ્વ. ક્વીન એલિઝાબેથ દ્વિતિયની તસવીર સાથેના 1 પાઉન્ડના સિક્કાની છેલ્લી બેચ સરક્યુલેશનમાં મૂકાઇ છે. રોયલ મિન્ટના જણાવ્યા અનુસાર આ સિક્કા વર્ષ 2021 અને 2022ના છે. સરક્યુલેશનમાં મૂકાયેલી સિક્કાની સંખ્યા 23 મિલિયન છે. આ સાથે કિંગ ચાર્લ્સની તસવીર ધરાવતા 1 પાઉન્ડ અને 50 પેન્સના 7.5 મિલિયન નવા સિક્કા પણ સરક્યુલેશનમાં મૂકાયાં છે.


