લંડનઃ 78મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ પ્લાયમાઉથની મુલાકાતે પહોંચેલા ક્વીન કેમિલાને રોયલ નેવીમાં વાઇસ એડમિરલનો દરજ્જો અપાયો છે. યુકેમાં રોયલ નેવીમાં વાઇસ એડમિરલનો દરજ્જો મેળવનારા ક્વીન કેમિલા પ્રથમ મહિલા છે. આ પ્રસંગે ક્વીન કેમિલાને ક્લિન્ગફિલ્મ હોલ્ડર ભેટમાં અપાયું હતું. પરમાણુ સબમરીન એચએમએસ એસ્ટ્યુટમાં એક સમયે ખામી સર્જાતાં તેમણે ખામી દૂર કરવા ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. ક્વીન કેમિલા આ સબમરીનને લેડી સ્પોન્સર પણ છે. તેઓ આ ભેટ જોઇને ઘણા ખુશ થયાં હતાં.


