ક્વીન-બાઈડેનની ચાય પે ચર્ચા

Wednesday 02nd June 2021 04:59 EDT
 
 

લંડનઃ યુએસ પ્રમુખ જો બાઈડેન સૌપ્રથમ સત્તાવાર વિદેશ પ્રવાસમાં યુકેની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ ૧૧થી ૧૩ જૂને યુકેમાં આયોજિત G7 બેઠકમાં હાજરી આપશે. પ્રમુખપદે જાન્યુઆરીમાં શપથ લીધા પછી તેમના પ્રથમ યુકે પ્રવાસ દરમિયાન ક્વીન એલિઝાબેથ દ્વિતીય સાથે મુલાકાતનું આયોજન કરાઈ રહ્યું છે.

જોકે, ક્વીન સાથે પ્રમુખ બાઈડેનની મુલાકાતની સત્તાવાર જાહેરાત અમેરિકી વહિવટીતંત્ર દ્વારા કરાઈ નથી. મિ. જો બાઈડેન ૯૫ વર્ષના ક્વીનના ૬૯ વર્ષના શાસન કાળમાં તેમની મુલાકાત લેનારા ૧૩મા અમેરિકી પ્રમુખ બનશે. પોતાના હોદ્દાના કાર્યકાળમાં બ્રિટનની મુલાકાત નહિ લેનારા પ્રમુખ લિન્ડન જ્હોન્સન સાથે તેમની મુલાકાત યોજાઈ નથી. પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જુલાઈ ૨૦૧૮માં ક્વીન એલિઝાબેથ સાથે મુલાકીત યોજી હતી પરંતુ, તેને માત્ર ‘વર્કિંગ મીટિંગ’ ગણાવની હતી. આ પછી, જૂન ૨૦૧૯માં સત્તાવાર મુલાકાત દરમિયાન તેમમે બકિંગહામ પેલેસમાં સ્ટેટ બેન્ક્વેટમાં હાજરી આપી હતી.

પ્રમુખ બાઈડેન જી-૭ શિખર પરિષદ માટે ૧૧ જૂને યુકે આવવા નીકળશે. યુકેથી તેઓ નાટો સમિટ અને યુરોપિયન યુનિયનની બેઠકમાં હાજરી આપવા બ્રસેલ્સ, બેલ્જિયમ જશે. આ પછી, ૧૬ જૂને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે જીનિવામાં બેઠક યોજશે. આ પ્રવાસમાં ફર્સ્ટ લેડી જિલ બાઈડેન પણ જોડાવાની ધારણા છે.

શાહી પરિવાર પણ પોતાના આઈરિશ વારસા વિશે વાતો કરતા પ્રમુખ બાઈડેનના ઉષ્માપૂર્ણ સ્વાગતની તૈયારી રહ્યો છે. વિશિષ્ટ સંબંધોને મજબૂત બનાવવા પ્રિન્સ ઓફ વેલ્સ, ડચેસ ઓફ કોર્નવોલ તેમજ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ પણ હાજરી આપશે. હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયેલે પણ કોમન્સની મુલાકાત લેવા પ્રમુખ બાઈડેનને પત્ર પાઠવ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમે ૨૦૧૮માં ટ્રમ્પને મળવાનો ઈનકાર કરી દીધો હતો અને તેમને પાર્લામેન્ટને સંબોધિત કરવાનું આમંત્રણ પણ અપાયું ન હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter