લંડનઃ ક્રિસમસ પહેલાથી ભારે શરદીના કારણે જાહેરમાં નહિ દેખાયેલાં ૯૦ વર્ષના ક્વીન એલિઝાબેથ દ્વિતીય સૌપ્રથમ વખત ડ્યુક ઓફ એડિનબરા તથા ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ ઉપરાંત શાહી પરિવારના સીનિયર સભ્યો સાથે સાન્ડ્રિઘામમાં સેન્ટ મેરી મેગ્ડેલેન ચર્ચમાં સર્વિસમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ક્વીન ક્રિસમસ અને નવા વર્ષના દિવસે પણ ચર્ચમાં હાજર ન રહેવાથી તેમનાં સ્વાસ્થ્ય વિષે ચિંતાનું મોજું ફેલાયું હતું. રોયલ બ્લુ ડ્રેસમાં સજ્જ ક્વીને ખોળા પર બ્લેન્કેટ રાખી મૂક્યો હતો. કારમાં પસાર થઈ રહેલાં ક્વીનને નિહાળી લોકોએ તેમનું હર્ષ સાથે અભિવાદન કર્યું હતું.


