ક્વીનના કાનૂની સલાહકાર બનશે હરીશ સાલ્વે

Wednesday 22nd January 2020 02:50 EST
 
 

લંડનઃ ભારતના પૂર્વ સોલિસિટર જનરલ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશ સાલ્વેની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના કાનૂની સલાહકારપદે વરણી થશે જેની, સત્તાવાર જાહેરાત માર્ચ મહિનામાં થઈ શકે છે. સાલ્વેએ કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાનના વિરોધમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનો પક્ષ મૂક્યો હતો.

સાલ્વે અગાઉ, સલમાન હિટ એન્ડ રન કે, બિલ્કિસ બાનો જેવા કેસમાં પણ પેરવી કરી રહ્યા છે. હવે તેમની વરણી મહારાણી તરફથી કોર્ટ ઓફ ઇંગ્લેન્ડ અને વેલ્સ માટે ક્વીન કાઉન્સેલ QC તરીકે થઈ રહી છે.

બ્રિટનના ન્યાયતંત્રે નવી નિમણૂકની યાદી જારી કરી છે. મહારાણી માટે ૧૧૪ વકીલોની વરણી થઈ રહી છે. બિન બ્રિટિશવંશીઓ માટેના પદ ૨૬ સલાહકાર માટે ૨૫૮ અરજી આવી હતી. હરીશ સાલ્વેના દાદા પી.કે. સાલ્વે ફોજદારી વકીલ રહ્યા છે. અને તેમના પરદાદા જજ હતા. પિતા એન. કે.પી. સાલ્વે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે. હરીશ સાલ્વે ૧૯૯૨માં સુપ્રીમ કોર્ટના વકીલ બન્યા અને ૧૯૯૫માં સોલિસિટર જનરલ બન્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter