લંડનઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીયની જ્યુબિલી બર્થડે નિમિત્તે જાહેર કરાયેલા ઓનર્સ લિસ્ટમાં 1134 લોકોને ખિતાબ જાહેર કરાયા છે જેમાંથી BEM (304), MBE (452) and OBE (246)નો સમાવેશ થયો છે. આ વર્ષની યાદીમાં 95 એશિયનોનો નામોલ્લેખ છે જેમાંથી આશરે 40 એવોર્ડવિજેતા ભારતીય મૂળના છે.ક્વીન્સ જ્યુબિલી ઓનર્સ લિસ્ટમાં 584 મહિલા સન્માનિત કરાઈ છે જે કુલ સંખ્યાનું 51.5 ટકા પ્રતિનિધિત્વ કરે છે. એશિયન મૂળની મહિલાઓમાં વર્ષાકુમારી મિસ્ત્રી, સંજિવની દત્તા, ચિલા કુમારી બર્મનનો સમાવેશ થાય છે. લંડન બરો ઓફ હેરોના કાઉન્સિલર અને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહઅધ્યક્ષ અમીત જોગીઆ, ચિગવેલ પેરિશ કાઉન્સિલના કાઉન્સિલર પ્રણવ ભનોટ, બ્રેન્ટ અને હેરોના લંડન એસેમ્બલીના પૂર્વ સભ્ય નવીનભાઈ શાહ પણ આ લિસ્ટમાં સમાવિષ્ટ છે.
ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
• અવિનાશ મિત્તર ગોયેલઃ કેર ઈંગ્લેન્ડના અધ્યક્ષ. સામાજિક સંભાળ અને સખાવત ક્ષેત્રની સેવા (બિલ્લેરીકાય, એસેક્સ) • નવીન ફકીરચંદ શાહઃ બ્રેન્ટ અને હેરોના પૂર્વ લંડન એસેમ્બલી મેમ્બર. રાજકીય અને જાહેર સેવા ( લંડન, ગ્રેટર લંડન) • રમેશ કાનજી વાલા OBE: Ince Group plc. ના કન્સલ્ટન્ટ કોમ્યુનિટી અને કોવિડ-19 રિસ્પોન્સની સેવા (લંડન, ગ્રેટર લંડન)
ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
• કિશોરકાન્ત ભટ્ટેસા (વિનુ ભટ્ટેસા)ઃ મેન્ડેવિલે હોટેલ ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર અને બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ટેમ્પલના ટ્રસ્ટી, ચેરિટેબલ અને સ્વૈચ્છિક સેવા, વિશેષતઃ કોવિડ-19ના ગાળામાં (લંડન, ગ્રેટર લંડન) • ડો. શમિલ ચંદેરિઆઃ સાયન્સ અને ટેકનોલોજી, ફાઈનાન્સ અને સખાવતી ક્ષેત્રની સેવા (સ્ટેનમોર, ગ્રેટર લંડન) • જસબીર સિંહ ધેસીઃ ચેશાયર કોલેજ સાઉથ મએન્ડ વેસ્ટના પ્રિન્સિપાલ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. શિક્ષણક્ષેત્રની સેવા (વ્રેક્સ હામ, ક્લિવીડ) • કમરૂદ્દીન કોઠીઆઃ સ્ટાર એકેડેમીઝના ટ્રસ્ટીઓના અધ્યક્ષ. શિક્ષણક્ષેત્રની સેવા (બ્લેકબર્ન, લેન્કેશાયર) •શિવાની લાખાણીઃ સોસાયટી ટીમ લીડ, કોવિડ-19 ટાસ્કફોર્સ, કેબિનેટ ઓફિસ. કોવિડ-19 રિસ્પોન્સમાં નિર્બળ કોમ્યુનિટીઓની સેવા • સુમીત કૌર મથારુઃ ચીફ ફાર્માસિસ્ટ, ડિફેન્સ પ્રાઈમરી હેલ્થકેર, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. આર્મ્ડ ફોર્સીસ હેલ્થકેરની સેવા (સટન કોલ્ડફિલ્ડ, વેસ્ટ મિડલેન્ડ્સ) • રોહિત નાયકઃ હોપ સ્કૂલ, લિવરપૂલના હેડ ટીચર. શિક્ષણક્ષેત્રની સેવા (લિવરપૂલ, મર્સીસાઈડ) • વિપ્પેન પૌલ સાગૂઃ ગ્લોબલ એશિયન એવોર્ડ્સના સ્થાપક. એશિયન કોમ્યુનિટી, ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝનની સેવા (લંડન, ગ્રેટર લંડન) • તારિક નાવિદ શાહઃ પરોપકારી, સખાવતી ક્ષેત્રની સેવા (ડોનકાસ્ટર, સાઉથ યોર્કશાયર) • પ્રોફેસર પરવીન યાકૂબઃ યુનિ. ઓફ રીડિંગના ડેપ્યુટી વાઈસ-ચાન્સેલર, ઉચ્ચ શિક્ષણક્ષેત્રની સેવા
મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)
• પ્રણવ ભનોટઃ કાઉન્સિલર, ચિગવેલ પેરિશ કાઉન્સિલ. ચિગવેલ, એસેક્સની કોમ્યુનિટીની સેવા (ચિગવેલ, એસેક્સ) • ડો. ચિલા કુમારી સિંહ બર્મનઃ આર્ટિસ્ટ. વિઝ્યુઅલ આર્ટ અને ખાસ કરીને કોવિડ-19ના ગાળામાં સેવા. (લંડન, ગ્રેટર લંડન) • પ્રોફેસર ઈન્દ્રનીલ ચક્રવર્તીઃ બ્રિટિશ એસો. ઓફ ફિઝીશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિનના અધ્યક્ષ, ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ અને કન્સલ્ટન્ટ ફિઝિશિયન-સેન્ટ જ્યોર્જ્સ યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. હેલ્થકેર ક્ષેત્રની સેવા (સેન્ટ આલ્બાન્સ, હર્ટફોર્ડશાયર) • ડો. ઉમાકાન્ત રામચંદ્ર દવેઃ કન્સલ્ટન્ટ ફિઝિશિયન, સ્વાનસી બે યુનિ. હેલ્થ બોર્ડ. ની સેવા (સ્વાનસી, વેસ્ટ ગ્લેમોર્ગન) • સંજિવની દત્તાઃ કદમ ડાન્સના ડાયરેક્ટર. ડાન્સક્ષેત્રની સેવા (લૂટન, બેડફોર્ડશાયર) • દેવિકા મિહિરી અનોજા ફરનાન્ડોઃ રિસર્ચ લાઈબ્રેરી મેનેજર, ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ. ઈન્ટરનેશનલ લાઈબ્રેરિયનશિપની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • અમીત જોગીઆઃ લંડન બરો ઓફ હેરોના કાઉન્સિલર, કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહઅધ્યક્ષ. રાજકીય અને જાહેર ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • ડો. મનોજકુમાર નરોત્તમ લીલાધર જોશી DL: વોલન્ટીઅર. કોવિડ-19ના ગાળામાં બ્રેડફોર્ડમાં કોમ્યુનિટીની સ્વૈચ્છિક સેવા (બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયર) • ચુનીલાલ ઓધવજી કક્કડઃ લંડનના બ્રેન્ટ બરોમાં કોમ્યુનિટીની સેવા (લંડન, ગ્રેટર લંડન) • બરજિન્દરપાલ લાલઃ JGA Group, લંડનમાં સ્કિલ્સ હેડ. એપ્રેન્ટિસશિપ અને સ્કિલ્સ ટ્રેનિંગક્ષેત્રની સેવા (ગ્રીનફોર્ડ, ગ્રેટર લંડન) • નીતિન નટવરલાલ માધવજી (નિક માધવજી)ઃ જોસકોસ સોલ્યુશન્સ લિમિ.ના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ. શિક્ષણ, બિઝનેસ અને ચેરિટી ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • સંદીપ મહાલઃ નોટિંગહામ યુનેસ્કો સિટી ઓફ લિટરેચરના પૂર્વ ડાયરેક્ટર. નોટિંગહામમાં લિટરેચર, આર્ટ અને કલ્ચર ક્ષેત્રની સેવા (વોલસાલ, વેસ્ટ મિડલેન્ડ્સ) • કીરિટકુમાર જમનાદાસ મોદી (કીરિટ મોદી)ઃ નેશનલ કિડની ફેડરેશન અને નેશનલ બ્લેક એશિયન એન્ડ માઈનોરિટી એથનિક ટ્રાન્સપ્લાન્ટ એલાયન્સના ઓનરરી પ્રેસિડેન્ટ. વંશીય લઘુમતી કોમ્યુનિટીઓ સહિત ઓર્ગન ડોનેશન ક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • પ્રોફેસર શ્રીમતી રાજગોપાલન મુરલીઃ કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન. રિટિંગ્ટન, વિગન એન્ડ લેઈહ ટીચિંગ હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. NHS માં કાર્યરત આંતરરાષ્ટ્રીય ડોક્ટર્સની સેવા (વિગન, ગ્રેટર માન્ચેસ્ટર) • પ્રોફેસર દલજિત નાગરાઃ રોયલ સોસાયટી ઓફ લિટરેચરના અધ્યક્ષ. સાહિત્યક્ષેત્રની સેવા (લંડન, ગ્રેટર લંડન) • શરણ પસરિચાઃ એન્નિસમોરના સ્થાપક. હોટેલ ઈન્ડસ્ટ્રીની સેવા (લંડન, ગ્રેટર લંડન) • કવન દીપકચંદ્ર પટેલઃ પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર, સોશિયલ કોન્ટેક્ટના વડા, કેબિનેટ ઓફિસ તેમજ કોવિડ-19 ડાયરેક્ટોરેટ લીડ, હોમ ઓફિસ. કોવિડ-19 રિસ્પોન્સની સેવા (લંડન, ગ્રેટર લંડન) • ભાવના રમણભાઈ પટેલઃ માનવ સંશાધન કન્સલ્ટન્ટ, ડિફેન્સ બિઝનેસ સર્વિસીસ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. ડિફેન્સની સેવા (લંડન, ગ્રેટર લંડન) • ભરત પટેલઃ ગ્રેટર લંડનમાં અને ખાસ કરીને કોવિડ-19 દરમિયાન કોમ્યુનિટીની સેવા (વોટફોર્ડ, હર્ટફોર્ડશાયર) • ડો. ચિત્રા રામકૃષ્ણનઃ સાઉથ ઈન્ડિયન ક્લાસિકલ વોકલિસ્ટ અને ડાન્સર. બ્રિટિશ કર્નાટિક કોઈરના સ્થાપક.સાઉથ ઈન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક અને ડાન્સને પ્રોત્સહનની સેવા. (સોલિહલ, વેસ્ટ મિડલેન્ડ્સ) • ગુરવિન્દર સિંહ સાંધેરઃ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, કોહેસન પ્લસ. કેન્ટમાં આર્ટ્સ અને કોમ્યુનિટીની સેવા. (લોન્ગફિલ્ડ, કેન્ટ) • હર્ષદ પુરુષોત્તમ સવજાણી JPઃ કોમ્યુનિટી સેફ્ટી એજ્યુકેટર. લેસ્ટરશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ. ફાયર સેફ્ટી ક્ષેત્રની સેવા (લેસ્ટર, લેસ્ટરશાયર) • સુમન રાજ શ્રેષ્ઠાઃ રોયલ કોલેજ ઓફ નર્સિંગના પ્રોફેશનલ લીડ અને ફ્રિમલી હેલ્થ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના ક્રિટિકલ કેરમાં નર્સિંગ કન્સલ્ટન્ટ. ક્રિટિકલ કેર નર્સિંગની સેવા. (ક્રોથોર્ન, બર્કશાયર) • સુજિથા ડ્રોસડેલઃ સીનિયર ઓફિસર નેશનલ ક્રાઈમ એજન્સી. કાયદાપાલનની સેવા (લંડન, ગ્રેટર લંડન) • સંજયકુમાર જયંતીલાલ વાડેરાઃ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ધ ફ્રેગરન્સ શોપ એન્ડ પ્રી-સેન્ટ. આંતરરાષ્ટ્રીય વેપારની સેવા. (એલ્ટ્રિન્ચામ, ગ્રેટર માન્ચેસ્ટર) • ડો. નિકિતા કીરિટ વેદઃ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાં રિસર્ચ ફેલો અને મેડિસીનના લેક્ચરર. કોવિડ-19 રિસ્પોન્સની સેવા (લંડન, ગ્રેટર લંડન) • અમીતા વિર્કઃ માર્કેટ્સ લીડર, ડિપા. ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ. અર્થતંત્રની સેવા ( બ્રિસ્ટોલ, સિટી ઓફ બ્રિસ્ટોલ)
મેડાલિસ્ટ્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
• લક્ષ્મણરાવ કાસ્ટલાઃ DREAMSAI ના સ્થાપક અને અધ્યક્ષ ટ્રસ્ટી. મિલ્ટન કીનેસ, બકિંગહામશાયરમાં કોમ્યુનિટીની ચેરિટેબલ સેવા (મિલ્ટન કીનેસ, બકિંગહામશાયર) • ઈન્દ્રપ્રસાદ લિંબુઃ બ્રોડકાસ્ટ ટેક્નિશિયન, બ્રિટિશ ફોર્સીસ બ્રોડકાસ્ટિંગ સર્વિસ. આર્મ્ડ ફોર્સીસની સેવા (બેસિંગસ્ટોક, હેમ્પશાયર) • વર્ષા કુમારી મિસ્ત્રીઃ ફોરેન્સિક પ્રેક્ટિશનર. મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ. પોલિસિંગમાં ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝન તેમજ હિન્દુ કોમ્યુનિટીની સેવા. (લંડન, ગ્રેટર લંડન) • જયેશ કુમાર દયારામભાઈ સોલંકી (જય કુમાર સોલંકી)ઃ ગ્રેટર લંડનમાં ડાન્સ અને કોમ્યુનિટીની સેવા (લંડન, ગ્રેટર લંડન)


