લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના સત્તાવાર ૯૦મા જન્મદિન નિમિત્તે ૨૦૧૬ના ૧૦ જૂને બર્થડે ઓનર્સ લિસ્ટની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર યુકેમાં વસતા અસામાન્ય લોકોએ હાંસલ કરેલી સિદ્ધિઓની કદરરુપે તેમને એવોર્ડ્ઝથી સન્માનિત કરાયા છે. આ વર્ષે કુલ ૧,૧૪૯ વ્યક્તિને એવોર્ડ્ઝ જાહેર કરાયા છે, જેમાં ૫૩૮ એટલે કે ૪૭ ટકા મહિલા ઉપરાંત, ૮.૨ ટકા (૯૦ વ્યક્તિ) અશ્વેત અને વંશીય લઘુમતી પશ્ચાદભૂ તેમજ ૫.૨ ટકા અક્ષમતા ધરાવતા લોકોનો સમાવેશ થયો છે. ૧૦૦૪ વ્યક્તિમાંથી BEM (૩૧૨), MBE (૪૭૭) અને OBE (૨૧૫) સન્માન અપાયા છે. સાઉથ એશિયન કોમ્યુનિટીની ૪૧ વ્યક્તિને આ યાદીમાં સ્થાન મળ્યું છે.
ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયરની સ્થાપના ૧૯૧૭માં કરાયા પછી આ વર્ષની યાદી ભારે વૈવિધ્યપૂર્ણ રહી છે. કોઈને સન્માન આપવા અને કયા પ્રકારનું સન્માન આપવું તેની યાદી ઓનર્સ કમિટી દ્વારા તૈયાર કરાયા પછી તે વડા પ્રધાનને મોકલી અપાય છે. આ પછી યાદી મહારાણીને સુપરત કરાય છે, જેઓ સન્માન એનાયત કરે છે.
સાઉથ એશિયન કોમ્યુનિટીની યાદીઃ
CBE--કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરઃ
• પ્રોફેસર ઉષા ચક્રવર્તીઃ બેલફાસ્ટ હેલ્થ એન્ડ સોશિયલ કેર ટ્રસ્ટમાં ઓપ્થેલ્મોલોજીના પ્રોફેસર, નોર્ધન આયર્લેન્ડમાં ઓપ્થેલ્મોલોજી ક્ષેત્રે અને મેનેજિંગ આઈ કન્ડિશન્સ (બેલફાસ્ટ) ને સેવા • ભરત મગનલાલ મહેતા, OBEઃ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ટ્રસ્ટ ફોર લંડન, ચેરિટેબલ અને વોલન્ટરી સેક્ટર (લંડન)માં ફાયનાન્સ ક્ષેત્રે સેવા • પ્રોફેસર સાબેરા નાઝનીન રહેમાનઃ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેન્સર રિસર્ચમાં જીનેટિક્સ અને એપીડિમિઓલોજીના વડા, ધ રોયલ માર્સ્ડેનમાં કેન્સર જીનેટિક્સના વડા, મેડિકલ સાયન્સીસ (લંડન) ક્ષેત્રની સેવા
OBE-- ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરઃ
• શાઈસ્તા ગોહિર, MBE: મુસ્લિમ વિમેન્સ નેટવર્ક યુકેના ટ્રસ્ટી અને અધ્યક્ષ, લૈંગિક સમાનતા અને મહિલા અધિકારોના ક્ષેત્રે સેવા (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ) • હનિફ મલિકઃ , MBE: ચીફ એક્ઝિક્યુટિવ, હમારા. સ્પોર્ટ અને કોમ્યુનિટીક્ષેત્રમાં, વિશેષતઃ યોર્કશાયરમાં સેવા. (લીડ્ઝ, વેસ્ટ યોર્કશાયર) • સેવા સિંહ માંડલાઃ ઈન્ટર-ફેઈથ અને સામુદાયિક સંવાદિતા ક્ષેત્રમાં અને વિશેષતઃ શીખ કોમ્યુનિટીમાં સેવા (વેસ્ટ બ્રોમવિચ, વેસ્ટ મિડલેન્ડ્સ) • ડો નિમા પૂવાયા સ્મિથઃ એલ્કેમી એન્યૂના સ્થાપક અને ડિરેક્ટર, યોર્કશાયરમાં કળા અને મ્યુઝિયમ ક્ષેત્રે સેવા (લીડ્ઝ, વેસ્ટ યોર્કશાયર) • મિસ ભાનુ રામસ્વામીઃ સ્વતંત્ર ફીઝિયોથેરાપિસ્ટ કન્સલ્ટન્ટ, ફીઝિયોથેરાપી ક્ષેત્રની સેવા (શેફિલ્ડ, સાઉથ યોર્કશાયર) • આદિલ રાયઃ એક્ટર, રેડિયો અને ટેલિવિઝન પ્રેઝન્ટર, બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રની સેવા (લંડન) • ધનોદય બાલુજી શ્રીવાસ્તવઃ સંગીતકાર, ઈન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ અને ઈનર વિઝન ઓરકેસ્ટ્રાના સ્થાપક, સંગીતક્ષેત્રની સેવા (લંડન) • ડો. ગીતા ઉપાધ્યાયઃ કલા સંગમના સહસ્થાપક, ચીફ એક્ઝિક્યુટિવ અને આર્ટિસ્ટિક ડિરેક્ટર. યુકેમાં સાઉથ એશિયન કળાના ક્ષેત્રની સેવા (ગાયસ્લી ,વેસ્ટ યોર્કશાયર)
MBE-- મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
• મોહમ્મદ અલી એરોસોલ અરેબિક: સ્ટ્રીટ આર્ટિસ્ટ. કળા અને સામુદાયિક સંવાદિતાની સેવા (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ) • મોહમ્મદ અમીન: મુસ્લિમ જ્યુઈશ ફોરમ ફોર ગ્રેટર માન્ચેસ્ટરના સ્થાપક સભ્ય અને સહ-અધ્યક્ષ, ગ્રેટર માન્ચેસ્ટરમાં સામુદાયિક સંવાદિતા અને ઈન્ટર-ફેઈથ સંબંધોની સેવા (વ્હેલી રેન્જ, ગ્રેટર માન્ચેસ્ટર) • હિતેશ ચંદારાણા: આસિસ્ટન્ટ ઓફિસર, પર્સનલ ટેક્સ ઓપરેશન્સ, HMRC. ટેક્સ કોમ્પ્લાયન્સ ક્ષેત્રની સેવા (થર્મસ્ટોન, લેસ્ટરશાયર) • તૈયબુર રહેમાન ચૌધરી: એડોપ્શન સોશિયલ વર્કર, બ્રેડફર્ડ સિટી કાઉન્સિલ. બાળકો અને પરિવારોની સેવા. (વેસ્ટ યોર્કશાયર)
• રાજીબ ડે: એન્ટર્નશિપ્સના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એન્ત્રેપ્રીન્યોરશિપ ક્ષેત્રની સેવા (લંડન) • રોમી ગિલ: રોમીઝ કિચનના સ્થાપક. હોસ્પિટાલિટી ઉદ્યોગ ક્ષેત્રની સેવા (થોર્નબરી, બ્રિસ્ટોલ) • ઈફાત હમીદ, JP: કિંગ એડવર્ડ VII સ્કૂલ, શેફિલ્ડમાં શિક્ષક. શિક્ષણ અને શેફિલ્ડમાં કોમ્યુનિટીની સેવા (શેફિલ્ડ, સાઉથ યોર્કશાયર) • મિસિસ સંતોષ કોર ઝાંગિયાની: હોમ ઓફિસમાં એક્ઝિક્યુટિવ ઓફિસર, હોમ ઓફિસમાં સ્ટાફ વેલ્ફેર ક્ષેત્રની સેવા (સરે) • મિસ રેન કપૂર, મિસિસ રેન રક્ષા વિંગ: એક્સ-ફોર્સીસ લિમિટેડના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એન્ત્રેપ્રીન્યોરશિપ ક્ષેત્રની સેવા. (રીડિંગ, બર્કશાયર) • અનવર કાસિમ: મિલ્ટન કિન્સ ઈસ્લામિક આર્ટ્સ એન્ડ કલ્ચરના ડિરેક્ટર. મિલ્ટન કિન્સમાં ઈન્ટર-ફેઈથ સંબંધો અને કોમ્યુનિટીની સેવા (મિલ્ટન કિન્સ, બકિંગહામશાયર) • ગુરમિત કોર: નોટિંગહામશાયર પોલીસમાં કોમ્યુનિટી કોહેઝન ઈન્સ્પેક્ટર, પોલીસિંગ ક્ષેત્રની સેવા (મિકલઓવર, ડર્બીશાયર) • ભુપેન્દ્ર હરજી માગુદીઆ: સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. સપોર્ટ ઓફ મિલિટરી ટ્રેઈનિંગ ક્ષેત્રની સેવા. (નેઈલસી, સમરસેટ) • જેવેલ મિંયા: બ્રિટિશ-બંગાળી ફૂટબોલ ક્ષેત્રમાં વોલન્ટરી સેવા (ઓલ્ધામ, લેન્કેશાયર) • ઉસ્માન મુનશી, JP: લેન્કેશાયરમાં સામુદાયિક સંવાદિતા અને વાર્તાલાપ ક્ષેત્રની સેવા (લેન્કેશાયર) • રસિકલાલ પરમાર: લીડ ક્લાઉડ એડવાઈઝર- યુરોપ અને ડિસ્ટિંગ્વિશ્ડ એન્જીનીઅર, IBM અને લીડ્ઝ સિટી રિજિયન LEP ના બોર્ડ મેમ્બર. ઈનોવેશન અને બિઝનેસ ક્ષેત્રની સેવા. (લીડ્ઝ, વેસ્ટ યોર્કશાયર) • મોહમ્મદ અખલાક રઉફ : મેનેજર, મેરી યાદે (માય મેમરીઝ) ડિમેન્શીઆ ટીમ, સિટી ઓફ બ્રેડફર્ડ મેટ્રોપોલીટન ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ. ડિમેન્શીયા ધરાવતા લોકો અને તેમની સારસંભાળ લેનારાની સેવા (બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયર) • કરમજિત રેખી: મેટ્રોપોલિટન પોલીસ સર્વિસમાં ફેઈથ ઓફિસર. હંસલોમાં કોમ્યુનિટીની સેવા (મિડલસેક્સ) • નિલેશ સચદેવ: ગ્રીન કન્સ્ટ્રક્શન બોર્ડના સભ્ય. રીટેઈલ સેક્ટરમાં એનર્જી એફિસિઅન્સી અને સસ્ટેનિબિલિટી ક્ષેત્રે સેવા. (શેરિંગ્ટન, બકિંગહામશાયર) • હર્ષબીરસિંહ સાંઘા: ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ, ઈનોવેશન એન્ડ સ્કીલ્સમાં સ્ટ્રેટેજી, સાયન્સ એન્ડ સોસાયટી વિભાગના વડા. ઈક્વલિટી, ડાયવર્સિટી અને ઈન્ક્લુઝન શ્રેત્રની સેવા (કેન્ટ) • ડો. હર્ષદરાય નંદલાલ સંઘરાજકા: કોમ્યુનિટી અને ઈન્ટર-ફેઈથ સંબંધ ક્ષેત્રમાં સેવા (મિડલસેક્સ) • દલજિત શેહબાઈ: નેશનલ કાઉન્સિલ ઓફ બ્રિટિશ ઈન્ડિયન્સ દ્વારા સામુદાયુક સંવાદિતા ક્ષેત્રે સેવા (સરે) • જ્હોન ગુરપરશાદસિંહ : ઈસ્ટ લંડનમાં ચેરિટી અને ડિસેફ્ક્ટેડ યંગ પીપલની સેવા (બ્રેન્ટવૂડ, એસેક્સ) • મનદીપસિંહ સોઈન: સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર, બોર્ડર ફોર્સ. હોમ ઓફિસમાં ડાયવર્સિટી અને અવેરનેસ ક્ષેત્રની સેવા • મિસ કૌસલ્યા સોમસુંદરમ: ભારતીય નૃત્ય, વંશીય કળા અને નોર્ધર્ન આયર્લેન્ડમાં કોમ્યુનિટીની સેવા (બેલફાસ્ટ)
BEM- મેડાલિસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
• કિશોર બિલિમોરિયાઃ કોમ્યુનિટી સ્પોર્ટ અને ચ્રિટીના ક્ષેત્રની સેવા (મિડલસેક્સ) • કંચન ચુડાસમાઃ ધ આર્ટ ફંડમાં ફાઈનાન્સ ઓફિસર, કળાક્ષેત્રની સેવા (લંડન) • રેહાના ખાનઃ શક્તિ ડે સેન્ટર ફોર એશિયન એલ્ડર્સ અને ભરોસા ડોમેસ્ટિક એબ્યુઝ સર્વિસમાં મેનેજર, બર્મિંગહામમાં અસુરક્ષિત લોકોની સેવા. (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ) • શમિન્દરસિંહ રાયઃ નિષ્કામ હાઈ સ્કૂલ, બર્મિંગહામમાં ચીફ ઓફ ઓપરેશન્સ, શિક્ષણક્ષેત્રની સેવા, (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ) • શહજાદા સલીમઃ સ્ટડહામ, બેડફર્ડશાયરમાં કોમ્યુનિટીની સેવા, (ડનસ્ટેબલ, બેડફર્ડશાયર) • શૈલા પ્રકાશ શાહઃ એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, ટ્રેઝરી વિભાગ, જાહેર વહીવટ ક્ષેત્રની સેવા (લંડન)

