ક્સિમસ ડે ઉજવણીમાં પરિવારના ૧૧ સભ્યને કોરોનાઃ માતા-પુત્રીનું મોત

Wednesday 03rd March 2021 04:45 EST
 
 

લંડનઃ વુલ્વરહેમ્પ્ટનમાં ક્રિસમસ ડેના દિવસે ૧૧ પરિવારજનો ઉજવણી માટે એકત્ર થયા અને તમામને કોરોના વાઈરસનું સંક્રમણ લાગી ગયું હતું. ૬૪ વર્ષની માતા કાશ્મીર બૈન્સ અને ૪૩ વર્ષની પુત્રી પરમજિત બૈન્સનું એક મહિનાના અંતરે કોરોના વાઈરસથી મોત થયું હતું. પરમજિત બૈન્સને ડાઉન્સ સિન્ડ્રોમ હતો અને હોસ્પિટલમાં તેને ગંભીર આંચકી આવી હતી. તેના ભાઈ ઈન્ડી બેઈન્સે વુલ્વરહેમ્પ્ટન ટ્રસ્ટ માટે ૧૧,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી છે.

વુલ્વરહેમ્પ્ટનના બૈન્સ પરિવારના ૧૧ સભ્ય સરકારના ત્રણ પરિવારના નિયમને અનુસરી થોડા કલાકો માટે ક્રિસમસ ડે ઉજવણી માટે એકત્ર થયા હતા અને તેઓ બધા કોરોના વાઈરસ ટેસ્ટિંગમાં પોઝિટિવ જણાયા હતા. સૌપહેલા નાની બહેન એમ્બીને વાઈકસના લક્ષણો જણાયા હતા. આ પછી તેના પતિ અને ત્રણ બાળકો અને તે પછી ઈન્ડી તેની પત્ની, પુત્ર તેમજ પિતા નેશ, માતા કાશ્મીર અને પરમજિત સંક્રમિત થયાં હતાં.

૪૩ વર્ષીય પરમજિતને ડાઉન્સ સિન્ડ્રોમ હતો અને લોકડાઉન દરમિયાન તેની માનસિક હાલત વણસી હતી. તેને ન્યૂ ક્રોસ હોસ્પિટલમાં આંચકી આવી હતી અને પાંચ જાન્યુઆરીએ તે મૃત્યુ પામી હતી. આ ઘટનાના ચાર સપ્તાહ પછી બીજી ફેબ્રુઆરીએ માતા કાશ્મીર બૈન્સનું મોત થયું હતું જેમાં પરિવારે લાઈફ સપોર્ટ મશીન્સ બંધ કરાવી દીધા હતા.

કોવિડનો સામનો કરનારા ઈન્ડી બૈન્સે પરિવારના સભ્યોને ગુમાવવા આઘાતજનક ગણાવ્યા હતા અને જસ્ટગિવિંગ પેજ મારફત ધ રોયલ વુલ્વરહેમ્પ્ટન NHS ટ્રસ્ટ ચેરિટી માટે ૧૧,૦૦૦ પાઉન્ડનું દાન એકત્ર કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter