ખર્ચ ઘટાડવા CCG દ્વારા પુરુષ નસબંધીનો ઈનકાર

Wednesday 05th September 2018 03:26 EDT
 
 

લંડનઃ ઓક્સફર્ડશાયર ક્લિનિકલ કમિશનીંગ ગ્રૂપ દ્વારા NHSના વડાઓ ખર્ચમાં કાપ મૂકીને બચત કરવા માગતા હોવાનું જણાવીને પુરુષોને નસબંધીનું ઓપરેશન કરવાનો ઈનકાર કરાઈ રહ્યો છે. તેથી ટીકાકારોએ ગર્ભપાતની સંખ્યામાં વધારો થવાનું જોખમ હોવાનું જણાવ્યું હતું. ગ્રૂપ દ્વારા જણાવાયું હતું કે તે ૨૦૧૮-૧૯માં નસબંધીના નવા કોઈ ઓપરેશન કરશે નહીં.

૫૦૦ પાઉન્ડના ખર્ચે થતાં આ ઓપરેશન માટે ૪૦૦થી વધુ પુરુષ વેઈટિંગ લિસ્ટમાં છે. તે બેકલોગ એપ્રિલ ૨૦૧૯માં પૂરો થશે. સેક્સ્યુઅલ હેલ્થ ચેરિટી FPAના બેક્કી બર્બીજે જણાવ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલમાં જે લોકો આ ઓપરેશન કરાવી શકે તેમ ન હોય તેમને વધુ તકલીફ પડશે. તેમણે ઉમેર્યું હતું કે કોન્ટ્રાસેપ્શન અને સેક્સ્યુઅલ હેલ્થ સર્વિસિસમાં કાપ મૂકાય તે ચિંતાનો વિષય છે.

CCG દ્વારા જણાવાયું હતું કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ બે મહિનામાં અર્જન્ટ કેર પાછળ થયેલા વધારાના ૨.૪ મિલિયન પાઉન્ડના ખર્ચને લીધે ‘અનાવશ્યક’ સેવાઓમાં કાપ મૂકાશે અથવા તે બંધ કરાશે. CCG સ્થાનિક NHSસર્વિસના ખર્ચની દેખરેખ રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter