લંડનઃ લંડનમાં રેસ્ટોરન્ટની માલિકી ધરાવતા હરમનસિંહ કપૂરને સોશિયલ મીડિયા પર ખાલિસ્તાની મૂવમેન્ટ પર પોસ્ટ કરવા માટે જાનથી મારી નાખવાની ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા આપવામાં આવી રહી છે. ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા લંડનમાં ભારતીય હાઇ કમિશન પર હુમલો કરાયાના થોડા દિવસ બાદ હરમનસિંહના રેસ્ટોરન્ટ પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા હુમલો કરાયો હતો.
હરમનસિંહ, તેમના પત્ની ખુશી અને બે બાળકોનો આરોપ છે કે અમારા પર 3 વાર હુમલો કરાયો છે. અમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે અને બિભત્સ ફોન કોલ કરાય છે. હરમનસિંહ કહે છે કે મેં લોકોને ફક્ત એટલી અપીલ કરી હતી કે ખાલિસ્તાનની માગ યુકે અને કેનેડા જેવા વિદેશોમાં નહીં પરંતુ ભારતમાં કરવી જોઇએ. ત્યારબાદ અમારી કારનો સતત પીછો કરવામાં આવી રહ્યો છે.
હરમન કહે છે કે મેં સોશિયલ મીડિયા પર એટલી જ પોસ્ટ કરી હતી કે ઘણા લાંબા સમય પહેલાં ખાલિસ્તાનની ચળવળ શરૂ થઇ હતી પરંતુ તેનો અંત આવી ગયો હતો. હવે કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં કેટલાક લોકો ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે પરંતુ ભારતમાં કોઇ ખાલિસ્તાન ઇચ્છતું નથી. જેમને ખાલિસ્તાન જોઇએ છે તેમણે ભારત જઇને તેની માગ કરવી જોઇએ.
હરમન કહે છે કે આ પોસ્ટ કર્યા પછી મને મારી નાખવાની અને મારી પત્ની અને દીકરી પર બળાત્કાર કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. અમે પોલીસને ફરિયાદ કરી છે પરંતુ અમને કોઇ મદદ મળી રહી નથી. પોલીસ પગલાં લે તે માટે શું અમારે મરી જવું પડશે.....


