લંડનઃ ઈંગ્લેન્ડમાં હાઈ સ્ટ્રીટ્સને ચેતનવંતી બનાવવા સરકારી યોજનાના પગલે દુકાનોની આસપાસ ન વપરાતી કે ખાલી જગ્યાઓ ભાડે આપવી પડશે. ક્વીનના સંબોધન મુજબ એક વર્ષથી વધારે સમયથી ખાલી રહેલી ઇમારતોનાં સ્થળોને ‘રેન્ટલ ઓક્શન’ હેઠળ આવરી લેવાશે. બ્રિટિશ રિટેઈલ કોન્સોર્ટિયમ (BRC)ની ગણતરી મુજબ સમગ્ર બ્રિટનમાં સાતમાંથી એક દુકાન ખાલી પડી છે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ કહ્યું હતું કે, શહેરો-નગરોમાં દુકાનોની આસપાસ વધારે ફેલાવેલા વિભાગો સડા સમાન છે અને તેનાથી સ્થાનિક અર્થતંત્રોને નુકસાન થાય છે. વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં લેવલિંગ-અપ વચનને પાળીને પાછળ રહી ગયેલા સમાજોને દેશના બાકીના ભાગ સાથે વિકાસની ગતિમાં જોડાવાની તક આપવાનું પક્ષ દ્વારા નક્કી કરાયું છે. જોકે, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટિશ પ્રોપર્ટી ફેડરેશન (BPF) દ્વારા ફરજિયાત હરાજીના વિચારને ‘રાજકીય રમત’ ગણીને ફગાવી દેવાયો છે.
BRCના 2021ના સર્વેક્ષણ અનુસાર, બ્રિટનમાં ઉત્તર-પૂર્વી ઇંગ્લેન્ડમાં ખાલી દુકાનોનો ભાગ મોટો છે-જેમ કે 5માં 1, જ્યારે લંડનમાં સૌથી ઓછો 11માં 1 જેટલો દર છે.

