બધાને આઇટી કે એકાઉન્ટન્સી જેવા વ્યવસાયમાં જવું હોવાથી ખેત મજદુરોની અછત વરતાઇ રહી છે ત્યારે ખેડુતો માટે હવે ડ્રાઇવર વગર ચાલી શકે એવા ટ્રેકટરની શોધ કરવા પ્રયત્નો આદરવામાં આવ્યા છે. એન્વાયરમેન્ટ સેક્રેટરી લીઝ ટ્રસે જણાવ્યું હતું કે 'મારા મત વિસ્તારમાં હર્બર્ટ નામની કંપનીએ બટેટા ખોદી કાઢવા મશીન બનાવ્યું હતું અને હવે એ દિવસો દૂર નથી કે ડ્રાઇવર વગર ચલાવી શકાય તેવી ટ્રેક્ટર શોધી કાઢવામાં આવશે. મેં તાજેતરમાં નેસ્લેની ફેક્ટરીની મુલાકાત કરી ત્યારે જોયું હતું કે માનવની મદદ વગર જ ચોકલેટના ઉત્પાદનથી પેકેજીંગ સુધીનું કામ થતું હતું. બ્રિટનમાં દર વર્ષે ૧૬,૦૦૦ નવી પ્રોડક્ટની શોધ કરાય છે જે ફ્રાન્સ અને જર્મની બન્ને કરતા વધારે છે.'