ખોખલી સારવારના કારણે ડોક્ટર અમિત પટેલનું નિધન થયું હોવાનું તારણ

પટેલ પર બિનજરૂરી ઇબીયુએસ પ્રોસિજર કરાઇ હતીઃ કોરોનરનો રિપોર્ટ

Tuesday 04th June 2024 13:21 EDT
 
 

લંડનઃ બ્રિટનના નામાંકિત ભારતીય મૂળના ડોક્ટર પ્રોફેસર અમિત પટેલનું નિધન ખોખલી સારવારના કારણે થયું હોવાનું તારણ તપાસમાં આપવામાં આવ્યું છે. હેમોફેજોસાઇટિક લિમ્ફોહિસ્ટિયોસાયટોસિસ નેશનલ મલ્ટી ડિસિપ્લનરી ટીમના સભ્ય એવા અમિત પટેલનું નિધન ઓક્ટોબર 2021માં થયું હતું.

બે વર્ષથી ચાલી રહેલી યુકેના કોરોનરની તપાસમાં જણાવવામાં આવ્યું હતું કે, એનએચએસમાં કન્સલ્ટન્ટ હિમેટોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય અમિત પટેલનું નિધન નેશનલ એચએલએચ એમડીટી દ્વારા કરાયેલી ખોટી ભલામણના કારણે થયું હતું. અમિત પટેલના ક્લિનિકલ કેસની અપુરતી રજૂઆતના આધારે આ ભલામણ કરાઇ હતી. તેના કારણે બિનજરૂરી એવી ઇબીયુએસ પ્રોસિજર કરાઇ હતી.

ગયા સપ્તાહમાં જારી કરાયેલા કોરોનરના ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે જો નેશનલ એચએલએચ એમડીટી પાસે તમામ માહિતી ઉપલબ્ધ હોત તો બિનજરૂરી પ્રોસેસ કરવામાં આવી ન હોત અને તેના કારણે અમિત પટેલનું મોત થયું ન હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter