ખોટી રીતે બરતરફ કરાયેલી ગુલનાઝને 1 મિલિયન પાઉન્ડનું વળતર

Tuesday 17th October 2023 12:38 EDT
 

લંડનઃ અસ્થમાથી પીડાતી સોલિસિટર ગુલનાઝ રાજાને ખોટી રીતે બરતરફ કરી નાખવા માટે સ્ટાર્લિંગ બેન્કને 1 મિલિયન પાઉન્ડ વળતર ચૂકવવાનો આદેશ અપાયો છે. બીમારીના કારણે ગુલનાઝ રાજાએ વર્ક ફ્રોમ હોમની માગ કરી હતી પરંતુ તેના બોસે તેની અરજી ફગાવીને બરતરફ કરી નાખી હતી. લંડનમાં એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, રાજાના બોસ મેથ્યૂ ન્યૂમેને ગુલનાઝ બીમાર હતી અને તેણે વર્ક ફ્રોમ હોમની માગ કરી ત્યારે ધીરજ ગુમાવીને પગલું લીધું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter