લંડનઃ સમાજમાં ખ્યાતિ ધરાવનાર ઇમામ તલહટ મુઘલને પોતાના જ પરિવારના સભ્યો દ્વારા બે વ્યક્તિ પર હુમલો કરાવવાના કેસમાં પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 51 વર્ષીય તલહટ મુઘલના પરિવારના સભ્યો દ્વારા કરાયેલા હુમલામાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. તલહટ મુઘલે તેના ભાઇ તબરક મુઘલ, ભાઇના પુત્ર મુહમ્મદ ઉવૈસ મુઘલ, મોહમ્મદ બશરત મુઘલ, મોહમ્મદ વકાસ મુઘલ અને એહમદ મુઘલને આ હુમલો કરવા માટે ઉશ્કેર્યાં હતાં. આ તમામને શેફિલ્ડ ક્રાઉન કોર્ટ દ્વારા સસ્પેન્ડેડ સજાઓ કરાઇ છે. તલહટ મુઘલ સાઉથ યોર્કશાયરના રોધરહામના મુસ્લિમ સમાજમાં બે દાયકા કરતાં વધુ સમયથી ધાર્મિક પ્રવૃત્તિઓ કરતો હતો.
21 ફેબ્રુઆરી 2021ના રોજ એક સ્થાનિક દુકાનમાં ફરિયાદી સાથે ઝગડો થયા પછી તલહટ મુઘલે તેના પરિવારના સભ્યોને લાકડીઓ, બેટ અને છરાઓ સાથે હુમલો કરવા મોકલ્યા હતા. તેમણે જઇને હેરિંગથોર્પ ડિસ્ટ્રિક્ટની સ્ટ્રીટ પર રહેતા બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જજ હેમ્પટને જણાવ્યું હતું કે, આ હુમલો પૂર્વનિયોજિત હતો.
કોને કેટલી સજા
તલહટ મુઘલ – પાંચ વર્ષ અને 7 મહિના
મોહમ્મદ બશરત મુઘલ – 6 વર્ષ અને 6 મહિના
મોહમ્મદ તબરક મુઘલ – પાંચ વર્ષ અને 7 મહિના
એહમદ મુઘલ – બે વર્ષ અને 4 મહિના
મુહમ્મદ ઉવૈસ મુઘલ – બે વર્ષ અને 4 મહિના
હમઝા મુઘલ – એક વર્ષ અને 11 મહિના
વકાસ મુઘલ – 1 વર્ષ અને 11 મહિના


