લંડનઃ અસાધ્ય બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહેલા હેરોના 72 વર્ષીય હરીશભાઇ નરસિયન માટે તેમના પરિવારે તાત્કાલિક સ્ટેમ સેલ ડોનેશનની અપીલ કરી છે. હરીશભાઈનું માયલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમ કેન્સર વ્યાપક બનીને એક્યુટ માયલોઇડ લ્યુકેમિયામાં ફેરવાઈ જતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
હરીશભાઈને તાત્કાલિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. જોકે લઘુમતી અને દક્ષિણ એશિયન મૂળના દર્દીઓ માટે યોગ્ય મેચ મેળવવો પડકારજનક બનતો હોય છે કારણ કે સ્ટેમ સેલ મેચિંગ મુખ્યત્વે વંશીય ઓળખ પર આધારિત હોય છે.
પરિવારે ખાસ કરીને દક્ષિણ ભારતીય - ગુજરાતી સમુદાયના 16થી 55 વર્ષની વયના સ્વસ્થ લોકોને આગળ આવવા અને મફત ચીક સ્વાબ કિટ મગાવી રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી કરી છે.


