લંડનઃ એકતરફ મીડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ ગંભીર બની રહી છે, હજારો બ્રિટિશ નાગરિકો ખાડી દેશોમાં ફસાયેલા છે ત્યારે સંસદમાં સાંસદો નાચતા અને ખુશી મનાવતતા નજરે પડતા જનતામાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. દેશના આરોગ્ય અને સુખાકારી માટે ડાન્સના લાભને પ્રોત્સાહિત કરવા સાંસદોએ ડાન્સ કર્યો હતો.


