ગાંજાના વેપાર માટે બર્મિંગહામના મોહમ્મદ અમ્મારને 8 મહિનાની સસ્પેન્ડેડ કેદ

Tuesday 18th August 2026 13:28 EDT
 
 

લંડનઃ ટ્રેનમાં વિના ટિકિટે પ્રવાસ કરતા ઝડપાયેલો મોહમ્મદ અમાર ગાંજાનો વેપાર કરતો હોવાનો ખુલાસો થયો હતો. વિઓલી કેસલના વુડનટ મ્યૂઝ ખાતે રહેતો 22 વર્ષીય મોહમ્મદ અમ્માર 1 એપ્રિલે સેલી ઓક સ્ટેશન પર ટ્રેનની ટિકિટ વગર ઝડપાયો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી 16 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જ્યારે તેના ઘરમાંથી વધુ 51 ગ્રામ ગાંજો જપ્ત કરાયો હતો. અમ્મારે ગયા વર્ષના જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન ક્લાસ બી ડ્રગ્સ સપ્લાયમાં સામેલ હોવાનો ગુનો કબૂલ્યો હતો. અદાલતે તેને 18 મહિના માટે સસ્પેન્ડેડ 8 મહિના કેદની સજા ફટકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter