ગાંધીજીના પંચિયા, સેન્ડલ, પત્રો અને ફોટાની હરાજીઃ £500,000થી વધુ રકમ ઉપજશે

Wednesday 11th May 2022 08:44 EDT
 
 

લંડનઃ મહાત્મા ગાંધીની બ્રિટનમાં રખાયેલી અંગત ચીજવસ્તુઓનું લીલામ કરાનાર છે અને તેમાંથી 500,000 પાઉન્ડથી વધુ રકમ મળવાની સંભાવના છે. ગાંધીજીની અંગત 70 આઈટમ્સ હરાજી માટે મૂકાશે જેમાં તેમણે હાથે કાંતેલા પોતિયા કે પંચિયા, તેઓ જેલમાં હતા ત્યારે લખેલા પત્રો, બે જોડી સેન્ડલ, એક જોડી સનગ્લાસીસ, તેમના મેજ-ડેસ્ક પરનો શાહીનો ખડિયો, ચશ્માની એક જોડી સહિતનો સમાવેશ થાય છે. આ ઓનલાઈન વેચાણ 21 મેના દિવસે સમાપ્ત થશે

યુકેમાં 2020માં ગાંધીજીના ચશ્માની એક જોડ 260,000 પાઉન્ડમાં વેચનારા ઈસ્ટ બ્રિસ્ટલ ઓક્શન દ્વારા આ હરાજી કરાઈ રહી છે. આ હરાજીના સંગ્રહમાં મહાત્મા ગાંધી જીવતા હતા ત્યારે છેલ્લા લેવાયેલા ફોટાનું પણ મહત્ત્વ છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો નવી દિલ્હીના બિરલા હાઉસમાં 1947માં તેમના અંગત ડોક્ટર કાનુગા દ્વારા લેવાયો હતો જેમાં હેટ પહેરેલા ગાંધીજી બેઠેલા નજરે ચડે છે. ડોક્ટર કાનુગાને ઘણી વસ્તુઓ ભેટમાં આપી દેવાઈ હતી.

ગાંધીજીના ટ્રેડમાર્ક સમાન પોતડી અથવા લોઈનક્લોથના 15,000 થી 25,000 પાઉન્ડની વચ્ચે ઉપજે તેવી ધારણા છે. આ હાંથે કાંતેલા ખાદીના કાપડ પર તેમની સહી ‘બાપૂ’ પણ જોવા મળે છે. ઓનલાઈન વેચાણમાં પ્રખ્યાત દાંડી કૂચ દરમિયાન અપાયેલા મનાતા ખેસના 6,000 થી 8,000 પાઉન્ડની રકમ ઉપજે તેવી ધારણા છે.

ગાંધીજીને પૂનાની જેલમાં રખાયા હતા ત્યારના તેમના હસ્તલિખિત પત્રો પણ હરાજીમાં મૂકાયા છે. આ તમામ આઈટમ્સ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter