ગાર્ડિયનનો અહેવાલ ભારત વિરુદ્ધ બદઇરાદાભર્યો પ્રોપેગેન્ડાઃ ભારત સરકાર

ગાર્ડિયનના અહેવાલમાં ભારત સરકાર વિદેશી ધરતી પર આતંકવાદીઓની હત્યામાં સંડોવાયેલી હોવાના આરોપ

Tuesday 09th April 2024 11:36 EDT
 

લંડનઃ યુકેના અખબાર ગાર્ડિયનના અહેવાલમાં મૂકવામાં આવેલા આરોપો ભારત સરકારે ફગાવી દીધાં છે. ગાર્ડિયનના અહેવાલમાં ભારતીય અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓને ટાંકીને આરોપ મૂકવામાં આવ્યો છે કે ભારત સરકાર તેની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)નો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં વર્ષ 2020થી અત્યાર સુધીમાં થયેલી લગભગ 20 જેટલી હત્યાઓમાં સંડોવાયેલી છે.

ગાર્ડિયને તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ખાલિસ્તાની મૂવમેન્ટના શિખ અલગતાવાદીઓને લક્ષ્યાંક બનાવવા સહિત વિદેશની ધરતી પરથી સક્રિય આતંકવાદીઓને નાબૂદ કરવાના આક્રમક વલણ અંતર્ગત ભારત સરકાર દ્વારા આ કાર્યવાહી કરાઇ હતી.

ગાર્ડિયનના અહેવાલને નકારી કાઢતાં ભારત સરકારે જણાવ્યું હતું કે, ભારત વિરુદ્ધ ખોટો અને બદઇરાદાભર્યો પ્રોપેગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે આ આરોપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે, વિદેશોમાં હત્યા કરાવવી ભારત સરકારની નીતિ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter