ગીતાલી ખત્રીનો અનોખો સંકલ્પ

યુકેના 100 ઘરમાં હનુમાન ચાલીસા અને રામ રક્ષા સ્તોત્રમ મોકલ્યા

Tuesday 23rd January 2024 16:00 EST
 
 

લંડનઃ ભારતમાં જન્મેલી ગીતાલી ખત્રી યુકેમાં રહે છે. તેણે અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસ 22 જાન્યુઆરી, 2024 સુધીમાં યુકેના 100 ઘરમાં હનુમાન ચાલીસા અને રામ રક્ષા સ્તોત્રમ મોકલવાનો અનોખો સંકલ્પ લીધો હતો.

ગીતાલીએ સોશિયલ મીડિયાની પોસ્ટમાં આનો વીડિયો શેર કરતાં લખ્યું છે કે,‘મેં અને મારાં પરિવારે આ 100 બુક્સ/બૂકલેટ્સની ડિઝાઈન, પ્રિન્ટિંગ, પોસ્ટિંગ અને સ્વહસ્તે વિતરણની પ્રક્રિયાનો આનંદ ઉઠાવ્યો છે! સર્વે રામભક્તોને અભિનંદન – રામ આ ગયે! પ્રભુ રામની સર્વોચ્ચ શક્તિમાં આસ્થા રાખનારા આપણા બધા માટે આ ઘણી લાગણીસભર ક્ષણ છે!’

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે ખાસ મુલાકાતમાં ગીતાલી ખત્રીએ જણાવ્યું હતું કે, ‘હું દરરોજ હનુમાન ચાલીસા અને રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરવામાં માનું છું. હું જાણું છું કે મને તેનાથી અંતરમાં માનસિક શાંતિનો અનુભવ થાય છે અને પોઝિટીવ એનર્જી મળે છે. મારાં મિત્રોને પણ આનો લાભ મળે તેવી ઈચ્છાથી આ પ્રોજેક્ટ હાથ લીધો હતો.’

હનુમાનજીનું આર્ટવર્ક મિથિલા આર્ટ પેઈન્ટિંગ્સ માટે જાણીતા યુકેસ્થિત આર્ટિસ્ટ હર્ષા વાધવાણી બાસુ દ્વારા કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter