લંડનઃ ગુજરાત સમાચારના ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણી જારી રાખતાં એબીપીએલ ગ્રુપ દ્વારા 12 જુલાઇના રોજ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે યુકે ઇન્ડિયા ટ્રાયમ્ફ એવોર્ડ્સનું આયોજન કરાયું હતું. જાહેર જીવન, સખાવત અને સમાજ સેવામાં અમૂલ્ય યોગદાન આપનારા પાંચ મહાનુભાવને આ પ્રસંગે સન્માનિત કરાયાં હતાં. લોર્ડ લૂમ્બા સીબીઇ આ સમારોહના યજમાન રહ્યા હતા. (આ સમારોહનો સંપુર્ણ અહેવાલ આગામી અંકમાં પ્રસિદ્ધ કરાશે.)
પુરસ્કૃત મહાનુભાવો
ડો. યોગેન્દ્ર કોઠારીઃ અનુયોગ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પ્રા.લિ. ઇન્ડિયાના ચેરમેન
ડો. અનુ કોઠારીઃ અનુયોગ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પ્રા.લિ. ઇન્ડિયાના એમ.ડી.
શ્રી. મનીષ મારૂઃ અખિલ ભારતીય જૈન દીવાકર નવયુવક સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ
હર એક્સલન્સી નિમિષા માધવાણીઃ યુકેના યુગાન્ડા ખાતેના હાઇ કમિશ્નર અને આયર્લેન્ડ ખાતેના એમ્બેસેડર
કમલેશ ડી પટેલ (દાજી)- રાજ યોગ મેડિટેશનની સહજ માર્ગ સિસ્ટમમાં આધ્યાત્મિક ગુરૂ


