ગુજરાતી ડેવલપરને તોડી પાડેલ પબને ફરીથી અદ્દલ પબ બનાવવા નોટીસ

Wednesday 29th June 2016 09:36 EDT
 
 

ક્લેપામ જંકશન પાસે સેન્ટ જોહ્ન્સ હિલ ખાતે આવેલા ઐતિહાસીક વિક્ટોરીયન એરાના 'અલચેમિસ્ટ' પબને ગત મે' ૨૦૧૫માં ડીમોલીશ કરીને તેના સ્થાને એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ બનાવનાર ગુજરાતી ડેવલપર ઉદ્યમભાઇ અમીનને જુના પબ જેવું જ અદ્દલ પબ ફરીથી નિર્માણ કરવા વોન્ડઝવર્થ કાઉન્સિલે નોટીસ પાઠવી છે.
લંડન ઇવનીંગ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ 'ઉદ્યમભાઇ અમીને પબ તોડી પાડતા તેમને ગત જુલાઇ ૨૦૧૫માં એન્ફોર્સમેન્ટ નોટીસ મોકલવામાં આવી હતી. જોકે તેમના તરફથી આ સ્થળે ૬ એપાર્ટમેન્ટ્સ, રીટેઇલ અને કોમર્શીયલ બિલ્ડીંગના નિર્માણ માટે નવી પ્લાનીંગ એપ્લીકેશન કરવામાં આવી હતી.
ઇવનીંગ સ્ટાન્ડર્ડને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે 'એક વર્ષ થઇ ગયું છે પણ હજુ મકાનના માલીકે કશું કર્યું નથી. જાણે કે એમ લાગે છે કે કાઉન્સિલ અહી રહે છે તે લોકોની લાગણીને સમજ્યા વગર ડેવલપરને અનુકુળ પડે તેવી તકો આપે છે જે શરમજનક છે. ડેવલપર તરફથી જે અરજી કરવામાં આવી છે તેમાં બિલ્ડીંગને ડીમેલીશ કરી મોખરાનો ભાગ જુની હેરીટેજ સાઇટ જેવો જ કરાશે. એક પડોશીએ જણાવ્યું હતું કે વોન્ડ્ઝવર્થ કાઉન્સિલે આખો પ્રોજેક્ટ નકારવો જોઇએ, કારણ કે સાઇટ ખૂબ જ વિશાળ છે. જો ડેવલપર સુયોગ્ય પ્લાન સાથે આવે તો મને કોઇ વાંધો નથી. પણ આ વાતને ત્રણ વર્ષ થઇ ચૂક્યા છે.'
આ પ્રોજેક્ટ સામે ૪૦ સ્થાનિક રહીશોએ વાંધો ઉઠાવ્યો છે અને નવા પ્લન અંગે જુલાઇ માસમાં યોજાનારી કમીટીની બેઠકમાં ચર્ચા થશે.
સ્થાનિક સંગઠન વોન્ડ્ઝવર્થ સોસાયટીએ જણાવ્યું હતું કે 'ડેવલપર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અપૂરતી અને અયોગ્ય હોવાથી તેમની પ્લાનીંગ એપ્લીકેશનને રદ કરવી જોઇએ.
'ગુજરાત સમાચાર' દ્વારા આ અંગે ઉદ્યમભાઇ અમીનનો પ્રતિભાવ જાણવા તા. ૨૭ના રોજ ફોન દ્વારા સંપર્ક કરાતા તેમણે 'મારે આ બાબતે કશું કહેવું નથી, સમગ્ર બાબત પોલિટકલ છે' તેમ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter