લંડનઃ ગુરખાઓએ ૨૦૦૪માં બ્રિટનમાં રહેવાના અધિકાર પ્રાપ્ત થયા પછી એલ્ડરસોટ ટાઉનને પોતાનું ઘર બનાવ્યું છે. યુકેની સમૃદ્ધ ભૂમિમાં રહેવા બદલ આભારી ગુરખા રેજિમેન્ટના ઘણા પૂર્વ સૈનિકો આભારી છે ત્યારે કેટલાક પોતાના બાળકો અને પરિવાર વિના નિઃસહાય છે. તેમને પોતાના બ્રિટિશ સમકક્ષોની સરખામણીએ પેન્શનની ઓછી રકમ મળે છે અને જીવનખર્ચ ઘણો ઊંચો હોવાથી નિરાશ પણ છે. કેટલાક તો કદાચ વતનમાં પાછા ફરવા વિચારતા પણ હશે પરંતુ, સ્થળાંતર કરતાં પહેલાં વતનમાં તેમણે બધુ જ વેચી નાખ્યું હોવાથી પાછા ફરવા માટે કશું રહ્યું નથી.
જો કે અન્યથા મૃતપ્રાય બનેલું આજનું એલ્ડરશોટ ટાઉન તદ્દન અલગ ચિત્ર ધરાવે છે. ગુરખા કોમ્યનિટીએ સખત પરિશ્રમ અને વેપારી કૌશલ્યથી નગરમાં નવો પ્રાણ ફુંક્યો છે. ગુરખાઓ કદાચ એટલા સમૃદ્ધ નહિં હોય પરંતુ સૈનિક સિવાય તેમની જિંદગીમાં બહાર આવી છે. ૩૦ વર્ષથી નીચેની વયના તેમના કેટલાક સંતાનો માતા-પિતાની સાથે જોડાયા પછી હવે સફળ એન્ટ્રેપ્રિન્યોર અને પ્રોફેશનલ્સ બની ગયા છે. કોમ્યુનિટીના ૮૦ ટકા લોકો નગરમાં પોતાનું ઘર પણ ધરાવે છે. તેમની કુલ વસતી ૧૦,૦૦૦ જેટલી છે. ટેક્સી કંપનીઓ, કેશ એન્ડ કેરીઝ, હેર ડ્રેસર્સ, અને સિક્યોરિટી કંપનીઓ બધાની માલિકી ગુરખાઓ ધરાવે છે. બ્રિટનમાં એક દાયકા જૂની ઇમિગ્રન્ટ કોમ્યુનિટીએ ટાઉનના અર્થતંત્રને બદલી નાખ્યું છે.
ગુરખા બ્રિગેડના પૂર્વ સભ્યોનું પ્રતિનિધિત્વ કરતી બિન સરકારી સંસ્થા બ્રિટિશ ગુરખા વેલફેર સોસાયટીની પણ સિકલ બદલાઈ ગઈ છે. અહીં સૌ પ્રથમ વખત એશિયન માલિકીની એનર્જી કંપની Gnergyની સંપૂર્ણ ઓફિસ બની છે. ૨૯ સભ્યોના સ્ટાફ સાથે નિવૃત્ત મેજર ટિકેન્દ્ર દિવાન કંપનીના સીઈઓ છે અને સૌને પરવડે તેવી એનર્જી કંપનીનો મુખ્ય ચહેરો છે. ડો. બિશંમ્બભર આર્જ્યના બ્રેન ચાઇલ્ડ મિ. દિવાનને આ એનર્જી કંપની લોન્ચ કરવા માટે જરૂરી પાર્ટનરશિપ પૂરી પાડવામાં આવી હતી. તદ્દન ઓછા બજેટ સાથે આરંભાયેલી કંપની કોઈ બેંક લોન ધરાવતી નથી અને કોમ્યુનિટીના રોકાણ પર જ ચાલે છે. દિવાન માને છે કે આના પરિણામે એક ઉત્તરદાયિત્વ સર્જાય છે જેનો મોટી કંપનીઓમાં અભાવ છે. તેમણે કહ્યું હતું કે ‘મારો સંપૂર્ણ સ્ટાફ ગ્રેજ્યુએટ અને ગુરખા કોમ્યુનિટીનો છે તેમના પિતાઓ રેજિમેન્ટમાં હતા. અમે અમારા બાળકો માટે નોકરી સર્જવાનો પ્રયાસ કરીએ છીએ. તેમને યોગ્યતા અનુસાર તક આપીએ છીએ.’
ગત ત્રણ વર્ષમાં Gnergyના ગ્રાહકોમાં ચાર ટકાના વધારા સાથે તેના કુલ સભ્યો ૧૭,૦૦૦ છે તેઓ પ્રચાર કરતા નથી પરંતુ એશિયન કોમ્યુનિટી તેમની તાકાત છે. જેને તેઓ વફાદારીથી સેવા આપે છે.મેજર દિવાને કહ્યું હતું કે ‘અમે સૌથી સસ્તા દરે સેવા આપીએ છીએ. કોઈ ગ્રાહકને અસંતોષ હોય તો સીઇઓ તરીકે હું તેમની ફરિયાદ પહેંલા સાંભળું છું.’ એનર્જી કંપનીને આગળ વધારવાના મુદ્દે તેમણે કહ્યું હતું કે, ‘અમારું લક્ષ્ય અને તાકાત કોમ્યુનિટી છે. કોમ્યુનિટી સંસ્થાઓ સાથે અમારું જોડાણ છે. તેઓ અમને મેમ્બરશિપ લાવી આપે છે. તેના માટે અમે ૧૦ પાઉન્ડ દાનમાં આપીએ છીએ.’
તેઓ નેપાળી ભાષામાં ૨૪ કલાકનું રેડિયો સ્ટેશન પણ ચલાવે છે. આ સ્ટેશન કોમ્યુનિટીને પોતાના મૂળિયા સાથે સાંકળે છે એટલું જ નહિ તેમના માટે ગોસીપ્સ, મ્યુઝિક અને રૂપેરી દુનિયાના સિતારાઓના ઈન્ટરવ્યૂ પણ લાવે છે.
સમાન પેન્શનની લડત
ગુરખા કોમ્યુનિટી બ્રિટીશ સોસાયટીની સેવા કરવાનું ચાલુ રાખે છે છતાં માને છે કે કોઈ નિવૃત્ત બ્રિટિશ આર્મી ઓફિસરની સમકક્ષ તેમને ગણવામાં આવતા નથી. બ્રિટીશ આર્મી સાથે ગુરખાઓનો ઇતિહાસ દીર્ઘ છે. મૂળ (બ્રિટિશ) ઈન્ડિયન આર્મીમાં સેવા આપ્યા પછી ગુરખા રેજિમેન્ટ્સ ૧૮૧૫થી બ્રિટિશ સશસ્ત્રદળોમાં જોડાયેલી છે. બે વિશ્વયુદ્ધોમાં ૨ લાખથી વધુ ગુરખા સૈનિકો લડ્યાં છે અને ગત ૫૦ વર્ષમાં તેમણે હોંગકોંગ, મલેશિયા, બોર્નિયો, સાયપ્રસ, ફોકલેન્ડ્સ, કોસોવો, ઈરાક અને અફઘાનિસ્તાનમાં પણ સેવા આપી છે.
બ્રિટનમાં રહેવાના અધિકારો પ્રાપ્ત થયા પછી તેમને અપાતું પેન્શન આ સૈનિકો માટે પૂરતું ન હતું. આથી ગુરખાઓ આ મુદ્દે કોર્ટમાં ગયા હતા. યુરોપિયન કોર્ટ્સ ઓફ હ્યુમન રાઇટ્સ દ્વારા ઠરાવાયું હતું કે બિન ગુરખા સૈનિકોની સરખામણીએ બ્રિટિશ આર્મી છોડ્યા પછી અપાતું પેન્શન ભેદભાવ પૂર્ણ હોવાનું દેખાય છે. બ્રિટિશ આર્મીમાં સમાન કાર્ય કરવા માટે સમાન વેતન અધિકારથી વિરુદ્ધ તેમને નેપાળમાં કાર્યરત હોય તેવું પેન્શન અપાય છે. મેજર દિવાને કહ્યું હતું કે ‘કોર્ટ ઓફ જસ્ટિસ ઓફ દ યુરોપિયન યુનિયન દ્વારા અપનાવાયેલો અભિગમ વિશ્વાસ મૂકવા પાત્ર છે. કોર્ટે ઠરાવ્યું છે કે અપ્રત્યક્ષ ભેદભાવને વ્યાજબી ઠરાવી શકાય નહીં.’


