લંડનઃ વારસામાં મળેલી જીવને જોખમકારક બીમારી માટેની નવી સારવારનો એનએચએસ ખાતે પ્રારંભ થયો છે. વેસ્ટ લંડનના હાયસની 3 વર્ષીય ગુરનીત કૌર આ સારવાર મેળવનારી સૌથી નાની દર્દી બની છે. ગુરનીત એરોમેટિક લામિનો એસિડ ડિકાર્બોક્સીલેસ ડેફિસિયન્સીથી પીડાય છે. આ એક એવી બીમારી છે જે બાળકના સર્વાંગી વિકાસમાં અવરોધરૂપ બને છે. આ બીમારીથી પીડાતા બાળકોમાં હલનચલન ઉપરાંત અન્ય શારીરિક જરૂરીયાતોમાં અનિયમિતતા જોવા મળે છે. ગુરનીત ફક્ત 9 માસની હતી ત્યારે તે આ રોગથી પીડાતી હોવાનું નિદાન થયું હતું. તેને અપસ્તાઝા નામની જિન થેરાપી અપાયા બાદ તેની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.