લંડનઃ હૌન્સલોના લેબર કાઉન્સિલર ગુરબચનસિંહ અઠવાલની પોતાના પદનો દુરુપયોગ કરી છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાઉથોલના 75 વર્ષીય કાઉન્સિલર ગુરબચન સિંહ અઠવાલ સામે ઓક્ટોબર 2025માં પૂછપરછ બાદ 25 સપ્ટેમ્બરના રોજ પોસ્ટલ રિક્વિઝિશન દ્વારા આક્ષેપો ઘડવામાં આવ્યા હતા.
આ આરોપો સાઉથોલ સ્થિત શ્રી ગુરુ સિંહ સભાના ટ્રસ્ટી અને ખજાનચી તરીકે તેમના લગભગ આઠ વર્ષના કાર્યકાળ સાથે સંકળાયેલા છે. આ ચેરિટી સાઉથોલના બે સૌથી મોટા ગુરુદ્વારાઓનું સંચાલન કરે છે. તેઓ મે 2026માં યોજાયેલી ચૂંટણીમાં હૌન્સલોના હેસ્ટન ઈસ્ટ વિસ્તારમાંથી લેબર પાર્ટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા.
જોકે હૌન્સલો લેબર ગ્રુપ દ્વારા અઠવાલ હજુ શિસ્તબદ્ધ પગલાં લેવાયા નથી કે પક્ષમાંથી બાકાત કર્યા નથી. ચેરિટી કમિશનની વેબસાઇટ અનુસાર, તેઓ હજુ પણ ચેરિટીના ટ્રસ્ટી તરીકે ચાલુ છે.


