ગુલામીના વળતરની માંગ કરતા દેશોના વિઝા બ્લોક કરવા રિફોર્મ યુકેની માગ

સબહેડ આવા દેશોને આપવામાં આવતી કરોડો પાઉન્ડની વિદેશી સહાય તાત્કાલિક અસરથી રદ કરોઃ ઝિયા યુસુફ

Tuesday 07th April 2026 10:59 EDT
 
 

લંડન: રિફોર્મ યુકેએ જાહેરાત કરી છે કે જો તેઓ સત્તા પર આવશે, તો જે દેશો બ્રિટન પાસે ગુલામીના વળતરની માંગ કરી રહ્યા છે, તેમના નાગરિકોના વિઝા બ્લોક કરવામાં આવશે. પાર્ટીએ આ માંગણીને બ્રિટિશ કરદાતાઓનું અપમાન ગણાવ્યું છે.

પાર્ટીના પ્રવક્તા ઝિયા યુસુફે જણાવ્યું હતું કે, બ્રિટિશ કરદાતાઓ પાસેથી ગુલામીના વળતર પેટે નાણાંની માંગણી કરવી તે અપમાનજનક છે. બ્રિટને ગુલામ પ્રથા નાબૂદ કરવા માટે ભૂતકાળમાં ખૂબ મોટા બલિદાનો આપ્યા છે.

પાર્ટીએ વળતરની માંગણી કરનારા દેશોના નાગરિકોને બ્રિટિશ વિઝા આપવાનું બંધ કરવાની દરખાસ્ત.મૂકી આવા દેશોને આપવામાં આવતી કરોડો પાઉન્ડની વિદેશી તાત્કાલિક અસરથી રદ કરવાની હિમાયત કરી છે. યુસુફે દાવો કર્યો હતો કે છેલ્લા બે દાયકામાં ગુલામીનું  વળતર માંગનારા દેશોના નાગરિકોને 38 લાખ વિઝા અપાયા છે અને તેમને આશરે 6.6 બિલિયન પાઉન્ડની સહાય મોકલવામાં આવી છે, જે હવે બંધ થવી જોઈએ. ઘાના, કેન્યા, નાઈજીરિયા, જમૈકા, બાર્બાડોસ, બહામાસ અને એન્ટિગુઆ એન્ડ બાર્બુડા જેવા દેશો આ ઝુંબેશમાં અગ્રેસર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter