ગેંગ હુમલાના પાંચ મદદગારને સજા

Wednesday 02nd February 2022 05:39 EST
 
 ( ડાબેથી)ઓમર અલી, નુન્માન હુસૈન, હમઝા કમર ઉર્ફ શહજાદ, ઝૈન રિયાસત અને મોહમ્મદ ઝેન
 

લંડનઃ વેસ્ટર્ન ફિલ્મના એક મારધાડના દૃશ્ય તરીકે વર્ણવાયેલા ગેંગ હુમલા અને શૂટિંગની ઘટનામાં પાંચ વધુ ક્રિમિનલને સજા ફરમાવાઈ છે. ગેંગના આ પાંચ આરોપી-ઓમર અલી, નુન્માન હુસૈન, હમઝા કમર ઉર્ફ શહજાદ, ઝૈન રિયાસત અને મોહમ્મદ ઝેને એક વ્યક્તિની હત્યા કરવા ઝાડીઓમાં છુપાયેલા અન્ય ચાર ક્રિમિનલ્સને મદદ કરી હતી.

ડર્બી ક્રાઉન કોર્ટના જજ નિર્મલ શાન્ટ QCએ ગોળીબાર અને પુરાવાઓનો નાશ કરવામાં મદદગાર પાંચ આરોપી-- ઓમર અલી (૧૯ મહિના), નુન્માન હુસૈન ઉર્ફ ખાન (સાડા ૧૭ મહિના), હમઝા કમર ઉર્ફ શહજાદ (૩૦ મહિના), ઝૈન રીઆસત (૧૯ મહિના) અને મોહમ્મદ ઝેન ( સાડા ૧૭ મહિના)ની જેલની સજા ફરમાવી હતી.

અગાઉ ચાર આરોપીઓમાંથી ૨૪ વર્ષીય ઈસ્માઈલ હુસૈન (સાત વર્ષ, બે મહિના), ૩૫ વર્ષીય આન્દ્રે બુશાય (સાત વર્ષ, આઠ મહિના) અને અબ્દુલ્લાહ મોહમ્મદને (સાત વર્ષ, બે મહિના) જેલની સજા ફરમાવાઈ હતી. અન્ય આરોપી ડેનિયાલ રીઆસતને માનસિક આરોગ્યની સમસ્યાનું મૂલ્યાંકન કરાયા પછી સજા કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter