ગેંગવોરઃ 9 વર્ષીય કેરાલિયન કન્યાને ઘાયલ કરનાર જેવોન રાઇલી દોષી

Tuesday 26th August 2025 11:50 EDT
 

લંડનઃ ડાલસ્ટનમાં 29 મે 2024ના રોજ એક રેસ્ટોરન્ટ ખાતે પરિવાર સાથે આઇસક્રીમની મોજ માણતી 9 વર્ષની મૂળ કેરાલિયન કન્યાને ગોળીબારમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલામાં અદાલતે 33 વર્ષીય જેવોન રાઇલીને દોષી ઠેરવ્યો છે. આ ઘટનામાં આ કન્યા ગેંગવોરમાં થયેલા ગોળીબારનો ભોગ બની હતી. રાઇલીએ રેસ્ટોરન્ટની બહાર બેઠેલા મુસ્તફા કિઝિલ્ટન, કેનન આયડોગડુ અને નાસેર અલી પર ગોળીબાર કર્યા હતા. જેમાં આ ત્રણની સાથે કેરાલિયન કન્યા પણ ઘવાઇ હતી. ગોળીબારમાં આ કન્યાને કાયમી ઇજા પહોંચી હતી અને તેના મગજમાં રહેલી ગોળી હજુ સુધી કાઢી શકાઇ નથી. તેને આજીવન આ સમસ્યાનો સામનો કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter