લંડનઃ વિવાદાસ્પદ ઈમિગ્રેશન ડિટેન્શન સેન્ટર બ્રુક હાઉસ ખાતે થતા અત્યાચાર વિશે ત્યાં દસ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા વ્હીસલબ્લોઅર ગાર્ડ ઓવેન સાયરેડે પબ્લિક ઈન્ક્વાયરીમાં જણાવ્યું હતું કે ત્યાંના સ્ટાફને જાતિવાદી થવા ઉદામવાદી બનાવાયો હતો. ગેટવિક નજીક G4S દ્વારા સંચાલિત હોમ ઓફિસ રિમુવલ સેન્ટર ખાતે ઈમિગ્રેશન અટકાયતીઓ પર અત્યાચાર અને અમાનવીય વ્યવહારના વર્તનને ખૂલ્લું પાડવા અંડરકવર વીડિયો બનાવાયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૭માં BBC પેનોરમા પ્રોગ્રામમાં તે દર્શાવાયા પછી પબ્લિક ઈન્ક્વાયરી હાથ ધરાઈ હતી.
ત્યાં ડિટેન્શન કસ્ટડી ઓફિસર તેમજ વેલ્ફેર ઓફિસર તરીકે કામ કરનારા ઓવેને જણાવ્યું કે તેમણે જાતિવાદ, હિંસા, જટિલ સમસ્યા ધરાવતા લોકો સાથે કામ કરવાની આવડતના અભાવ વિશે અવાજ ઉઠાવ્યો હતો.
તેમણે ઉમેર્યું કે તેમણે ફેસબુક પર અગાઉના સ્ટાફની પોસ્ટ જોઈ હતી. તેમાં તેઓ બ્રિટન ફર્સ્ટ અથવા નાઈ્ટ્સ ટેમ્પ્લર જેવા જમણેરી ગ્રૂપના સભ્યો હતા. ઓવેન માને છે કે કોઈ સ્ટાફે તેમને જાતિવાદી બનાવ્યા હશે.


