ગેરકાયદે કામદારોઃ કાર વોશ કંપની ઓનરને 1,80,000 પાઉન્ડનો દંડ

Tuesday 20th May 2025 11:37 EDT
 

લંડનઃ સફોકમાં એક હેન્ડ કાર વોશ ઓનરને 4 ગેરકાયદેસર કર્મચારીઓને નોકરી આપવા માટે 1,80,000 પાઉન્ડનો દંડ કરાયો છે. 28 વર્ષીય વિટ્ટોરી ડ્રેગોટી પર કંપનીના ડિરેક્ટરપદ માટે 7 વર્ષનો પ્રતિબંધ પણ લદાયો છે. વિટ્ટોરીએ તેની હેન્ડ કાર વોશ કંપની માટે રોમાનિયાના 4 વ્યક્તિને નોકરી પર રાખ્યા હતા. ગયા વર્ષે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટના દરોડામાં આ ચારેય ગેરકાયદેસર કર્મચારી ઝડપાઇ ગયાં હતાં. તેમની પાસે યુકેમાં કામ કરવાના કોઇ અધિકાર કે પરવાનગી નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter