લંડનઃ ચાર ગેરકાયદે ઇમિગ્રેન્ટ્સને નોકરીએ રાખવા બદલ ગ્લાસગોની બોમ્બે બ્લુઝ રેસ્ટોરાંના ભારતીય મૂળના ૪૦ વર્ષીય માલિક હરચરનસિંહ શેખોનને એક વર્ષ સુધી લિમિટેડ કંપનીમાં ડિરેક્ટર બનવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. શેખોનને ૨૦૨૨ સુધી કોઈ કંપની ચલાવવા સામે પણ પ્રતિબંધ ફરમાવાયો હોવાનું ઇનસોલ્વન્સી સર્વિસના જાહેર નિવેદનમાં જણાવાયું હતું.
ઇનસોલ્વન્સી સર્વિસ શ્રમ અને ઇમિગ્રેશન કાયદાઓનો ભંગ કરનારી કંપનીના ડિરેક્ટર્સ પર ચાંપતી નજર રાખી તેમની સામે કડક હાથે કામ લે છે. ગેરકાયદે લોકોને નોકરી એટલે યુકેમાં નોકરી કરવાના અધિકારો ન ધરાવનાર લોકોને નોકરીએ રાખવા એ ડિરેક્ટર દ્વારા કાયદાનો ભંગ છે.

