લંડનઃ સેંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્ટને દેશમાં રહેવાની પરવાનગી આપતા 6 મિલિયન પાઉન્ડના કૌભાંડમાં સંડોવાયેલા હોમ ઓફિસના કર્મચારીને 11 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 61 વર્ષીય શમ્સુ ઇકબાલે તેના હોદ્દાનો દુરુપયોગ કરીને બનાવટી રેકોર્ડ તૈયાર કર્યા તા જેની મદદથી 437 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ યુકેમાં વસવાટ કરી રહ્યાં હતાં. ગેરકાયદેસર ઇમિગ્રેશનમાં સહાય કરવાના મામલામાં ઇંગ્લિશ અદાલતો દ્વારા કરાયેલી સજામાં શમ્સુને કરાયેલી સજા મહત્તમ છે. આ અપરાધ માટે 14 વર્ષ કેદની સજા કરી શકાય છે.


