લંડનઃ હલના ઓર્ચાર્ડ પાર્ક એસ્ટેટમાં રહેતા ૫૯ વર્ષીય ગેરી પાઉન્ડરને ઈમિગ્રેશન એન્ડ અસાયલમ એક્ટ,૧૯૯૯ની કલમ ૯૧થી વિરુદ્ધ ઈમિગ્રેશન સલાહ આપવા બદલ ત્રણ કાઉન્ટના દોષી ઠેરવાયા હતા. તેમને ૧૦મી ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે.
ગઈ ૨૩ સપ્ટેમ્બરે તેમણે હલ એન્ડ હોલ્ડરનેસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગુનો કબૂલ્યો હતો. ખાસ તો તેઓ સલાહ આપવા માટે અધિકૃત ન હતા તેમજ તેમની પાસે કોઈ ટ્રેનિંગ કે લાયકાત ન હતી તે છતાં તેમણે ઈમિગ્રેશન સલાહ અને સેવા પૂરી પાડી હતી.
જુલાઈ ૨૦૧૭ અને મે ૨૦૧૮ની વચ્ચે હલ એરિયામાં પાઉન્ડર જે ત્રણ લોકોને મળ્યા હતા અને તેમને ગેરકાયદેસર ઈમિગ્રેશન એડવાઈસ આપીને તેમની પાસેથી નાણાં વસૂલ્યા હતા તેમને OISCએ ઓળખી કાઢ્યા હતા અને તેમનો ઈન્ટરવ્યૂ લીધો હતો. OISC, યુકેમાં ઈમિગ્રેશન એડવાઈસ એન્ડ સર્વિસીસની જોગવાઈનું નિયમન કરવા માટે ઈમિગ્રેશન એન્ડ અસાયલમ એક્ટ, ૧૯૯૯ હેઠળ રચાયેલી સ્વાયત્ત જાહેર સંસ્થા છે.
ડેપ્યૂટી ડિસ્ટ્રીક્ટ જજ એપલયાર્ડે દેશમાં કપરા સંજોગોમાં જીવી રહેલા આ પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ઈમિગ્રેશન કમિશનર જહોન ટકેટે જણાવ્યું કે લોકો તેમનામાં વિશ્વાસ મૂકે અને પોતાનું ભવિષ્ય તેમનામાં જુએ તેમ ગેરી પાઉન્ડરે કર્યું હતું.