લંડનઃ ગેરકાયદેસર કામદારોને અટકાવવા ડિલિવરૂ, ઉબેર ઇટ્સ અને જસ્ટ ઇટ જેવી કંપનીઓ ચકાસણીના નિયમો આકરાં બનાવશે. હોમ ઓફિસમાં સરકારના પ્રતિનિધિઓ સાથેની ચર્ચામાં આ સહમતિ સધાઇ હતી. ગયા વર્ષે આ કંપનીઓ દ્વારા રાઇટ ટુ વર્કની ચકાસણી વધુ આકરી બનાવવામાં આવી હતી જેના કારણે ગેરકાયદેસર કામદારો દ્વારા કરાતા દુરુપયોગને અટકાવવામાં સફળતા મળી હતી.


