ગેરકાયદેસર તમાકુના વેચાણ માટે પરિમજિતને 26 સપ્તાહની કેદ અને 12,000 પાઉન્ડનો દંડ

Tuesday 18th June 2024 12:00 EDT
 

લંડનઃ એસ્પ્લે રોડ પરના પી જે સુપર માર્કેટના માલિક પરિમજિતને ગેરકાયદેસર રીતે તમાકુનુ વેચાણ કરવા માટે લ્યૂટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા 26 સપ્તાહ જેલની સસ્પેન્ડેડ સજા અને 12,000 પાઉન્ડ કરતાં વધુનો દંડ કરાયો છે. બેડફોર્ડ બરો કાઉન્સિલની વારંવારની ચેતવણી છતાં પરિમજિતે તમાકુનું ગેરકાયદેસર વેચાણ જારી રાખ્યું હતું. કોર્ટે પરિમજિતને ગેરકાયદેસર તમાકુના વેચાણ માટેના 11 આરોપમાં દોષી ઠેરવ્યો હતો. આ પહેલાં પણ પરિમજિતના સુપર માર્કેટમાંથી 14,000 બનાવટી સિગારેટ મળી આવતાં 2021માં તેના સ્ટોરનું લાયસન્સ રદ કરી દેવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter