ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની માનવ તસ્કરીમાં સંડોવાયેલા ભારતીયની ધરપકડ

Tuesday 30th December 2025 09:29 EST
 

લંડનઃ સોશિયલ મીડિયામાં માનવ તસ્કરી અંગેની જાહેરાતો અંગે ચાલી રહેલી તપાસમાં નેશનલ ક્રાઇમ એજન્સીએ બર્મિંગહામમાં 29 વર્ષીય ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી. આ ભારતીય ટ્રકો દ્વારા ગેરકાયદેસર માઈગ્રન્ટ્સની માનવ તસ્કરી કરતા ક્રાઇમ નેટવર્ક સાથે સંકળાયેલો હોવાની શંકા છે. પોલીસે હજુ તેનું નામ જાહેર કર્યું નથી.

નેશનલ ક્રાઇમ એજન્સી અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે બર્મિંગહામના હેન્ડ્સવર્થના હોલીહેડ રોડ વિસ્તારમાંથી આ વ્યક્તિને ઝડપી લીધો હતો. એનસીએના બ્રાન્ચ કમાન્ડર કેવિન બ્રોડહેડે જણાવ્યું હતું કે, અમે પોલીસ સાથે મળીને આ તપાસને આગળ વધારી રહ્યાં છીએ. અમે આ પ્રકારના ક્રાઇમ નેટવર્કોને તોડી પાડવા પ્રતિબદ્ધ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter