ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવા તાકિદે નવો કાયદો ઘડાશેઃ રિશી સુનાક

સુનાક સરકારને મોટો ફટકો, રવાન્ડા યોજના ગેરકાયદેસર: સુપ્રીમ કોર્ટ,

યુરોપિયન હ્યુમન રાઇટ્સ કન્વેન્શનનો ત્યાગ કરવા વડાપ્રધાનની ચેતવણી Tuesday 21st November 2023 12:16 EST
 

લંડનઃ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાની સુનાક સરકારની યોજનાને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવતા માઇગ્રન્ટ્સ સમસ્યાને ઉકેલવાના સુનાક સરકારના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, તેઓ આ માટે એક ઇમર્જન્સી કાયદો પસાર કરાવી શકે છે. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે બ્રિટન યુરોપિયન હ્યુમન રાઇટ્સ કન્વેન્શનનો ત્યાગ કરી શકે છે.

સુનાક સરકારની ઇમિગ્રેશન પોલિસી તેના વર્તમાન સ્વરૂપમાં આગળ વધારી શકાય નહીં તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, તેઓ રવાન્ડા સાથે નવા કરાર પર કામ કરી રહ્યાં છે અને રવાન્ડાને માઇગ્રન્ટ્સ માટે સુરક્ષિત દેશ જાહેર કરવા તાત્કાલિક કાયદો ઘડી કાઢશે.

સુનાકે જણાવ્યું હતું કે, દેશ ધીરજ ગુમાવી રહ્યો છે તેથી હું પણ ધીરજ ગુમાવી રહ્યો છું. આ નીતિના આડે આવતા તમામ અવરોધો દૂર કરવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.

આ નીતિ અંતર્ગત યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા વિદેશી નાગરિકોને રાજ્યાશ્રય આપવાના સ્થાને રવાન્ડા મોકલી આપવાની જોગવાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter