લંડનઃ બ્રિટનની સૌથી મોટી બસ ઓપરેટર કંપની ગો-અહેડ ગ્રુપે લંડનમાં મોટી સંખ્યામાં રૂટ પર બસ સેવા બંધ કરી દીધી છે. જેના કારણે ઘણી નોકરી છીનવાઇ જશે અને પ્રવાસીઓની હાડમારીમાં પણ વધારો થશે.
ગ્રુપે જણાવ્યું હતું કે, ચાન્સેલર રીવ્ઝ દ્વારા એમ્પ્લોયર નેશનલ ઇન્શ્યુરન્સ યોગદાનમાં કરાયેલા વધારા અને વધી રહેલી ઓપરેટિંગ કોસ્ટના કારણે અમારા માટે બસ સેવાઓ ચાલુ રાખવાનું શક્ય નથી. ગો અહેડ લંડનના મેનેજિંગ ડિરેક્ટર એન્ડ્રુ એડવર્ડ્સે જણાવ્યું હતું કે અમારી આર્થિક સ્થિતિની સમીક્ષા બાદ સ્પષ્ટ થઇ ગયું છે કે અમે હાલના કોન્ટ્રાક્ટની શરતો પર સંખ્યાબંધ રૂટ પર બસ સેવા યથાવત રાખી શક્તાં નથી.
બસ સેવા કંપનીના આ નિર્ણયથી ટ્રાન્સપોર્ટ ફોર લંડન અને મેયર સાદિક ખાનને મોટો ફટકો પડ્યો છે.

